વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મોટા-મોટા વહીવટો કરીને ટિકિટ આપી? પૂર્વ ધારાસભ્યએ કર્યો મોટો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે સત્ય શોધક કમિટીની રચના કરી હતી. કોંગ્રેસની હાર પાછળનું કારણ જનવન પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે 35 જેઠલી ટિકિટ પૈસા લઈ અને આપી છે. ત્યારે આ મોટા આરોપને લઈ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે મોટો ઘટસ્ફોટ અકર્યો છે. તેમણે કહ્યું છે કે, હુ પણ કહુ છુ કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ એકદમ સાચો છે. ગુજરાત પ્રદેશ સમિતીના નેતાઓએ ટિકિટનું વેચાણ કરી કોંગ્રેસનું નુકસાન કર્યું છે.

કોંગ્રેસને લઈ ગુજરાતમાં અનેક અટકળો વહેતી થવા લાગી છે. કોઈ પણ સમયે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બદલાઈ શકે છે. ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરને લઈ અનેક નેતાઓની નારાજગી જોવા મળી છે ગઇકાલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદિન શેખે ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ધંધુકા બેઠકના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે કોંગ્રેસના સંગઠન પર ગંભીર આરોપ લગાવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની સંગઠનથી નારાજગી કોંગ્રેસને ભારે પડી શકે છે. આ સાથે ફેસબૂક પર પણ પોસ્ટ લખી ગંભીર આરોપ લગાવ્યા છે.


કોંગ્રેસના નેતાએ જાણો શું લગાવ્યો આરોપ
ધંધુકા બેઠકના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે કોંગ્રેસના સંગઠન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ દિલ્હીથી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં 35 ટિકિટો રુપિયા લઈને વેચી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પ્રદેશ સમિતી અને પ્રદેશ નેતાઓએ ગંભીર ગેરશિસ્ત આચરી છે એવો પણ રિપોર્ટ આવ્યો છે. જેમાં હુ પણ કહુ છુ કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ એકદમ સાચો છે. ગુજરાત પ્રદેશ સમિતીના નેતાઓએ ટિકિટનું વેચાણ કરી કોંગ્રેસનું નુકસાન કર્યું છે. સારા કાર્યકરો અને આગેવાનોની ટિકિટ કાપી જેના કારણે કોંગ્રેસને ખરાબ પરિણામ મળ્યું છે.. ગુજરાતમાં એટલે જ કોંગ્રેસનું ધોવાણ થયું જેના માટે પ્રભારી , યુથ પ્રમુખ, પ્રદેશ પ્રમુખ તેમજ દિલ્હીના ક્રિષ્વા અલ્વરુ જવાબદાર છે. આ લોકોએ મોટા-મોટા વહીવટો કરીને ટિકિટ આપી અને કોંગ્રેસની હાર થઈ. હુ પ્રદેશ, દિલ્હીના નેતાઓને અને હાઈકમાન્ડને વિનંતી કરુ છુ કે આ નેતાઓને આજીવન સસ્પેંડ કરવા જોઈએ….

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT