કર્ણાટકમાં ચાલી રહેલા અમૂલ નંદિની વિવાદ પર અમૂલના એમડીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, આણંદ: દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરતી સંસ્થા એટલે કે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ આજે અમુલ અને કર્ણાટક સહકારી ડેરી બ્રાન્ડ નંદિની વચ્ચેના વિવાદ અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે બંને વચ્ચે કોઈ વિવાદ નથી કોઈ સ્પર્ધાનો પ્રશ્ન જ નથી.

મહત્વનું છે કે આ વખતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023 પહેલા અમુલ અને નંદિની દૂધ વિવાદ એક મુદ્દો બની ગયો છે. થોડા દિવસો પહેલા  તમિલનાડુમાં દહીંને લઈને વિવાદ થયો હતો. અને હવે કર્ણાટકમાં અમુલ અને નંદિની દૂધને લઈને વિવાદ થઈ રહ્યો છે. જેમાં અમૂલ થોડા દિવસો પહેલા કર્ણાટકમાં અમુલ બ્રાન્ડ સાથે એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ સરકાર પર આક્ષેપ લગાવી રહી છે કે રાજ્યની નંદીની બ્રાન્ડ ને અમુલ નષ્ટ કરી દેશે.

આ અંગે આણંદ મા અમૂલના એમ.ડી જયન મહેતાએ જણાવ્યું કે, ” નંદિની સાથે કામ કરવાથી સહકારી સંસ્થાઓ એકબીજા સાથે કામ કરે તો સમગ્ર દેશને ફાયદો છે.અને દરેક સંસ્થાને ફાયદો છે. આ સહયોગની ભાવના છે. એ કો ઓપરેશન બીટવીન કો ઓપરેટિવ એ પાયાનો સિદ્ધાંત છે. અને દરેક ખેડૂત સમજે છે કે બીજા ખેડૂત સાથે કામ કરશે તો બંનેને  ફાયદો છે. અને એમાં કોઈને પણ નુકસાન જવાની શક્યતા નથી. જો બંને સંસ્થાઓ આટલા વર્ષોથી કામ કરતી હોય તો એકબીજાને તોડવાની વાત કે વિચાર આવે જ નહીં. આમાં મૂળ ભાવના છે સાથે રહી અને કામ કરે અને કર્ણાટકામાં આપણે દૂધ વર્ષોથી વેચીએ છીએ. ત્યાંના બજારને તેમના બજારને અસર થાય તેવી કોઈ પગલું આપણે ભર્યું નથી.

ADVERTISEMENT

પ્રાઇવેટ બ્રાન્ચ ઘણી બધી છે, એની સામે અમૂલ ઉભી રહેશે તો ડેફીનેટલી પ્રાઇવેટને જરૂર આપણે ટક્કર મારશુ. પણ જે માર્કેટિંગ મીક્સથી નંદીની વેચે છે તેવું નદીની પણ નુકસાન નહીં થાય તેવું તેનું માનવું છે. એટલે આ આને પોલિટિકલ રંગ આપો કે ના આપો તે ત્યાંના લોકોનો વિષય છે. પણ આપણે લોકોને સાચી માહિતી આપશુ તો લોકો સમજશે કે, આ વિવાદ ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો છે. બંને સંસ્થાઓનો હિત એકબીજા સાથે રહેવામાં સમાયેલું છે. અને તેવું થશે તેઓ મને વિશ્વાસ છે.”

કેવી રીતે શરૂ થયો વિવાદ?
5 એપ્રિલના રોજ અમૂલે એક ટ્વિટ કર્યું અને લખ્યું કે તે બેંગલુરુમાં દૂધ અને દહીં ઉત્પાદનોની સપ્લાય કરશે. આ જાહેરાત બાદ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે કર્ણાટકની બ્રાન્ડ નંદિનીનો નાશ કરવા માંગે છે. કોંગ્રેસે તેને કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ નંદિનીને નષ્ટ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું, જેના પછી વિવાદ વકર્યો હતો. કર્ણાટકમાં અમૂલ સામે લોકોમાં રોષ વધવા લાગ્યો. આ વિવાદમાં રાજકીય પક્ષો પણ ઉતર્યા હતા. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે આ બધું રાજ્યના ખેડૂતોએ બનાવેલી બ્રાન્ડ નંદિનીનો નાશ કરવા માટે કરી રહી છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે જ્યારે રાજ્યની પોતાની મિલ્ક બ્રાન્ડ છે તો પછી તેને ગુજરાતની દૂધની બનાવટોની શી જરૂર છે? વિપક્ષે તેને સામાન્ય લોકો સુધી લઈ જવાનું નક્કી કર્યું અને રાજ્યભરમાં વિરોધ શરૂ થયો. બૉયકોટ અમૂલ, ગો બેક અમૂલ જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા.

ADVERTISEMENT

આ પણ વાંચો: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો, ચૂંટણીની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ

ADVERTISEMENT

જાણો અમૂલે શું કર્યું હતું ટ્વિટ
દૂધ અને દહીં સાથે તાજગીની નવી લહેર આવી રહી છે બેંગલુરુ સુધી. વધુ માહિતી ટૂંક સમયમાં આવી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT