જૂનાગઢઃ ડેમનું પાણી છોડાતા ગામે ગામો ડૂબ્યા, 15 સેકંડમાં ઘર પાણીમાં થયું ગરકાવ- Video
જૂનાગઢઃ પોતાના જીવનભરની બધી જ પૂંજી સમાન પોતાનું ઘર જ્યારે ક્ષણ વારમાં હતુ અને ન્હોતું જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે તે પરિવાર માટે કેટલું આઘાત…
ADVERTISEMENT
જૂનાગઢઃ પોતાના જીવનભરની બધી જ પૂંજી સમાન પોતાનું ઘર જ્યારે ક્ષણ વારમાં હતુ અને ન્હોતું જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે તે પરિવાર માટે કેટલું આઘાત જનક આ દ્રશ્ય છે. આવું તો એક નહીં પણ અહીં અનેક ઘરોમાં થઈ રહ્યું છે. જૂનાગઢમાં ડેમનું પાણી છોડાતા ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. બંધમાંથી પાણી છૂટતા જ જે તબાહી મચાવી છે તેનો નજારો કદાચ કોઈ જુએ તો ક્ષણભર માટે અહીં ગામ નહીં પણ સમુદ્ર જ હોય તેવું દ્રષ્યમાન થાય છે.
અહીં જૂનાગઢના ઓજત બંધનું પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ભારે તબાહી મચી ગઈ છે. અહીં અમે કેટલાક વીડિયો દર્શાવ્યા છે જેના પરથી આપને અહીંની સ્થિતિનો એક સામાન્ય અંદાજ પણ મળી શકે છે.
અહીં લગભગ દરેક જગ્યાએ પાણી જ પાણી છે. માધવપુર, કેશોદ, માંગરોળના ઘણા ગામો ડૂબી ચુક્યા છે. ખેતરોમાં કેટલાક લોકોએ ઊંચી જગ્યાનો ટેકો લીધો પરંતુ તેઓ પણ હવે ફસાઈ ગયા છે. કાચા મકાનો તો જાણે નેસ્ત નાબૂદ થઈ જાય, જેની કોઈ હયાતી પણ અહીં હશે કે નહીં તે પણ કહેવું મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
અહીંના બામનાસા ગામની પાસે તો ખેતરોની પાળ તોડીને પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે અને દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT