નવસારીઃ જીવન ટુંકાવવા બ્રિજ પર ચઢી ગયો યુવક, જુઓ Video કેવી રીતે લોકો મનાવતા રહ્યા…
રોનક જાની.નવસારીઃ નવસારીથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે 48ના ફ્લાય ઓવર બ્રિજ પરથી એક યુવકે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડા સમય માટે સહુ…
ADVERTISEMENT
રોનક જાની.નવસારીઃ નવસારીથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે 48ના ફ્લાય ઓવર બ્રિજ પરથી એક યુવકે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડા સમય માટે સહુ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા પરંતુ અહીંના એક વ્યક્તિએ હિંમત કરીને યુવકને બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આણંદઃ બાઈક પર 5 લાખ ભરેલી બેગ મુકી પત્ની સાથે ફોન પર વાત કરતી વેળાએ થઈ લૂંટ- CCTV
બચાવનાર યુવક બ્રિજ પરથી જતો હતો ત્યારે…
મળતી માહિતી મુજબ, યુવક ફ્લાયઓવર બ્રિજની પાળી પર એક બાજુમાં ઊભો રહીને કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નીચે ઊભેલા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માની રહ્યો ન્હોતો. ત્યારે એક વ્યક્તિએ છૂપી રીતે યુવકને પકડીને પાછો ખેંચી લીધો હતો. . ઉલ્લેખનીય છે કે અહીંથી ઘણા લોકો બ્રિજ પરથી જઈ રહ્યા હતા પરંતુ તેને બચાવવાનો પ્રયત્ન કરનારાઓ ઓછા હતા અને ત્યાંથી નિશ્ચિંત પણ પોતાનું વાહન હંકારી મુકનારા વધારે હતા.
બચાવનાર યુવક ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે યુવકને કૂદવાનો પ્રયાસ કરતા જોયો હતો. તેણે તરત જ યુવકને ચાલાકીથી પાછળ આવીને પકડીને પાછો ખેંચ્યો. શક્યતા હતી કે આ દરમિયાન બચાવનાર યુવકનો પણ જીવ જોખમાઈ શકતો હતો જોકે પોતાનો જીવ જોખમમાં મુકીને યુવકને બચાવ્યો હતો. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકોએ તેને બચાવનારા યુવાનની પ્રસંશા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT