આણંદઃ બાઈક પર 5 લાખ ભરેલી બેગ મુકી પત્ની સાથે ફોન પર વાત કરતી વેળાએ થઈ લૂંટ- CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદના અમીન ઓટો પાસે ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે. બે ગઠિયા બાઇક પર આવી બેગ સરકાવી ફરાર થઈ ગયા ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કેશ કલેક્શન કર્મચારી બેગ લઈને ઉભો હતો અને પાછળથી બાઈક પર બે ઈસમો આવે છે અને બાઈક પર મુકેલ બેગ લઈ ફરાર થઈ જાય છે. ઘટનાને પગલે આણંદ DySP, SOG, LCB અને આણંદ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી CCTV ની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બેગમાં 5,90,913 રોકડ ભરેલી બેગ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

પત્ની સાથે ફોન પર વાત કરવામાં ગુમાવ્યા 5 લાખ

આણંદ જિલ્લામાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. જેમાં રેશિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ કંપનીનો કર્મચારી જીગ્નેશ ડેનીઅલ કેશ કલેક્શનનું કામ કરે છે. જે રોજની જેમ આજે પણ કેશ કલેક્શન માટે બાઈક પર નીકળ્યો હતો. કેટલીક જગ્યાએથી કેશ પણ કલેક્ટ કરી લીધી હતી. દરમ્યાન જીગ્નેશ ડેનીઅલ અમીન ઓટો પાસેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના પત્નીનો ફોન આવતા વાત કરવા ઊભા રહ્યા. થોડી જ વારમાં બાઇક પર બે ઈસમો પણ જીગ્નેશથી થોડા અંતરે ઊભા રહી જાય છે અને તકની રાહ જોતા હોય છે. જીગ્નેશ ડેનીઅલ ફોન પર વાત કરતા કરતા થોડે આગળ જાય છે અને બાઈક પર બે બુકાનીધારી બાઈક પર મુકેલો થેલો લઈને ફરાર થઈ જાય છે. આ લૂંટ થતા જ જીગ્નેશ ડેનીઅલ પણ પાછળ ભાગે છે અને બાઈક પર ભાગી રહેલા બે બુકાનીધારીઓને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે ઈસમો ફરાર થઈ જાય છે. જેથી જીગ્નેશ ડેનીઅલે તુરંત પોલીસને જાણ કરતા આણંદ ટાઉન પોલીસ, ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે આ સમગ્ર ઘટના અહીં નજીકમાં લાગેલા સીસીટીવીમા કેદ થતા પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે કેશ લઈ ફરાર થયેલા ઈસમોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડનો NSUIએ કર્યો પર્દાફાશ, FSL પણ દોડતુ

શું કહે છે પોલીસ?

આ અંગે આણંદ ટાઉન પી.આઈ એચ.આર.બ્રહ્મભટ્ટ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ” અમીન ઓટો પાસે આજે રેશિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ કંપનીનો કર્મચારી જીગ્નેશ ડેનીઅલ કેશ કલેક્શન કરવા માટે નીકળ્યા હતા. અને ફોન આવતા ફોન પર વાતચીત કરતા થોડે આગળ જાય છે અને બાઈક પર આવેલ બે ગઠીયા જીગ્નેશ ડેનીઅલે બાઈક પર મુકેલ થેલો કે જેમાં 5 લાખ 90 હજાર રૂપીયા છે તે લઈ ફરાર થઈ જાય છે. ઘટના સ્થળેના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે. સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે અને તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

મહત્વનું છે કે, ધોળા દિવસે આ ચોરીની ઘટના બનતા આણંદમાં ચકચાર મચી છે. હાલ તો જીગ્નેશ ડેનીઅલની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT