ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટરમાં સિક્યોરિટી ગાર્ડ અને પોલીસકર્મી દારૂ પીને મદમસ્ત થઈને નાચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: એકબાજુ ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવો પોલીસ કરે છે. ત્યારે આ જ ગુજરાત પોલીસના કર્મચારીઓ દારૂબંધીના નિયમનો છડેચોક ધજાગરા ઉડાવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ વિભાગના સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીનો યુનિવર્સિટીના ક્વાર્ટરમાં જ દારૂ પીને ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને કર્મચારીઓના હાથમાં ગ્લાસ છે અને પાછળ ટેબલ પર દારૂની બોટલ પડેલી છે. દારૂના નશામાં મદમસ્ત થઈને આ કર્મચારીઓ નાચતા દેખાય છે.

દારૂના નશામાં મદમસ્ત થઈને પોલીસકર્મીએ ડાંસ કર્યો
એકબાજુ તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગમાં એસી ચોરી થયાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે યુનિવર્સિટીના કાયમી સિક્યોરિટી ગાર્ડ જ આ રીતે પોલીસ કર્મચારી સાથે દારૂ પીતા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે GMDC પાસે આવેલા સરકારી ક્વાટર્સમાં રહેતા સિક્યોરિટી ગાર્ડની દારૂની મહેફિલનો વીડિયો હવે સામે આવ્યો છે.

સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવે છે પોલીસકર્મી
આ મહેફિલમાં યુનિવર્સિટીના સરકારી કર્મચારીની સાથે પોલીસ વિભાગમાં સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઈશ્વરભાઈ પણ દેખાય છે. બંને કર્મચારીઓ દારૂના નશામાં મદમસ્ત થઈને નાચી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસકર્મી અને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીનો દારૂનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT