ભાવનગર પોલીસનું તેડું આવતા યુવરાજસિંહે શું કહ્યું… Video
ભાવનગરઃ ભાવનગર પોલીસ દ્વારા ડમી પરીક્ષાર્થી મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને હાજર થવા ફરમાન કર્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને આજે 12 વાગ્યા સુધીમાં હાજરી આપવા…
ADVERTISEMENT
ભાવનગરઃ ભાવનગર પોલીસ દ્વારા ડમી પરીક્ષાર્થી મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને હાજર થવા ફરમાન કર્યું છે. ભાવનગર પોલીસે યુવરાજસિંહને આજે 12 વાગ્યા સુધીમાં હાજરી આપવા કહેવાયું છે. યુવરાજસિંહે આ મામલામાં એવું કહ્યું છે કે, હું ભાવનગર પોલીસ સામે હાજર થઈશ. પણ ખોટી રીતે જો ફસાવવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસ પણે ખોટી બાબતોને સાચી માની લેવામાં નહીં આવે.
ડમીકાંડ થયો ઉજાગર
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ડમીકાંડને લઈને ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને હાજરી આપવા તેડું આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ દ્વારા ગુજરાતમાં અગાઉ પેપરલીકના મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેમણે ડમી પરીક્ષાર્થી દ્વારા પેપર આપવા, નકલી માર્કશીટ બનાવવા અને નકલી પ્રમાણપત્રો દર્શાવવાને લઈને મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના ઘણા પુરાવા પણ લઈને તેઓ આઈપીએસ હસમુખ પટેલને મળ્યા હતા. જે પછી ફરિયાદ નોંધાવાથી લઈને આ કાંડમાં ઘણી ધરપકડો શરૂ થઈ હતી.
ADVERTISEMENT
દઝાડતી ગરમીઃ આ શહેરોનું નોંધાયું રેકોર્ડ તાપમાન, હીટવેવની ચેતાવણી
પોલીસ સમક્ષ લેવાશે નિવેદન
હવે આ મામલામાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને પોલીસ સમક્ષ આવવા કહેવાયું છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં તેમણે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન નોંધાવાનું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીતિન ગોહિલ.ભાવનગર)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT