જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટર-કાર ભટકાતા 4 વ્યક્તિના જીવ ગયા

ADVERTISEMENT

જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટર-કાર ભટકાતા 4 વ્યક્તિના જીવ ગયા...
જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટર-કાર ભટકાતા 4 વ્યક્તિના જીવ ગયા...
social share
google news

રાજકોટઃ જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં ચાર વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. અહીં સુધી કે કારના તો સાવ કચ્ચરઘાણ વળી ગયા હતા. એક પડીકામાં ફેરવાઈ ગઈ હોય તેવી કારની હાલત થઈ હતી. જામનગર હાઈવે પર પડઘરી પાસે આ અકસ્માત થયો હતો. જેમાં એક કાર અને એક ટ્રેક્ટર ભટકાયા હતા. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

4માંથી 3 મૃતકો રાજકોટના
જામનગર હાઈવે પર પડઘરી નજીક એક ટ્રેક્ટર અને કાર સામ સામે આવી રહ્યા હતા. દરમિયાન બંને વચ્ચે અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. આ ચારેયમાંથી ત્રણ મૃતકો રાજકોટના હોવાનું કહેવાય છે.

ભૂપેન્દ્ર પટેલની અદ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ ખેડૂતોને માવઠાના નુકસાનના વળતર અંગે થઈ શકે છે નિર્ણય

લોકોના ટોળા દોડી આવ્યા
હાઈવે પર ભટકાયેલા કાર અને ટ્રેક્ટરનો અકસ્માત જોઈ ભલભલાએ શરીરમાં સુસવાટો અનુભવ્યો હતો. ક્ષણ ભરમાં અહીં મોતનો તાંડવ થયો હતો. અકસ્માત થતા આસપાસના લોકો પણ ટોળે વળગ્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા સ્થાનીક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT