મનરેગાના કામોથી ગ્રામજનો આકરા પાણીએ, મહિસાગર DDOને કરી લેખિત રજૂઆત

ADVERTISEMENT

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામ રસ્તાઓ, બોર મોટર, શૌચાલય, આવાસો સહિતની પાયાની સુવિધાઓથી ગ્રામજનો વંચિત મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામ રસ્તાઓ, બોર મોટર, શૌચાલય, આવાસો સહિતની પાયાની સુવિધાઓથી ગ્રામજનો વંચિત મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામ રસ્તાઓ, બોર મોટર, શૌચાલય, આવાસો સહિતની પાયાની સુવિધાઓથી ગ્રામજનો વંચિત મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે. નાની ભુગેડી ગ્રામ પંચાયતના વિકાસના કામમાં થયેલી ગેરરીતિ, સરપંચ દ્વારા સરકારી યોજનાઓના નાણાની ઉચાપતની તપાસ કરવા, સ્થળ પર કામ કર્યા વિના જ બારોબાર નાણા ઉપાડી લેતા મુખ્યમંત્રીને સંબોધીને કૌભાંડ બાબતે તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલને કરવામાં આવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સરપંચ અને તેમના પતિ માથાભારે હોવાની રાવ
લેખિત રજૂઆતમાં તેમણે કહ્યું હતું કે, સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિ માથાભારે હોવાથી લુખ્ખી દાદાગીરી કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ સરપંચ દ્વારા ગાંધીનગર અને દિલ્હી સુધી હાથ લાંબા છે તેમ જાણવી જિલ્લાના અધિકારી અમારું કાઈ બગાડી શકે તેમ નથી તેવી ચીમકી ઉચ્ચારવામા આવતી હોય છે. જેના કારણે ગ્રામજનો દ્વારા સરપંચ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

કેનેડામાં મળી હતી અમદાવાદના યુવાનની લાશઃ મૃત્યુ કેવી રીતે થયું?

‘લાભાર્થીની જાણ બહાર સહાય ઉપાડી લેવાઈ’
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસના કામોમા ગેરરીતિની તપાસ અંગે ગામના આમળીયાર સુરસીંગભાઈ મોતીભાઈ દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષા સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રામ પંચાયતમાં આવેલ વિકાસના કામો ખાલી કાગળ પર જ કરવામાં આવ્યા છે અને તે કામોમાં પૈસા બરોબર સરપંચ દ્વારા અધિકારીઓ સાથે મિલી ભગતથી ઉપાડી લેવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિના નામે બોર મોટર પાસ કરાવી સરપંચ દ્વારા જુના કામો બતાવી બારોબાર પૈસાનું કૌભાંડ કરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાની રજૂઆત કરતા તાલુકા અને જિલ્લામાં ખડગડાટ મચી જવા પામ્યો છે. આ લાભાર્થીની જાણ બહાર બરોબર પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ ભ્રષ્ટાચાર અંગે આમલીયર સુરસીંગભાઇ મોતીભાઈ દ્વારા તાલુકા જિલ્લા અને ઉચ્ચકક્ષાએ અરજી કરવામાં આવી છે જેના કારણે સમગ્ર પંથક ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ નાની ભૂગેડીના સરપંચે ચૂંટણીમાં વધારે ખર્ચ કરવાથી પૈસા પુરા થઈ ગયા હોવાના કારણે દેવું થઈ જતાં ગ્રામજનોના નામે વિકાસના કામો પાસ કરાવી બરોબાર નાણા ચાવ કર્યા નો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે

ADVERTISEMENT

DDOએ શું કહ્યું
આ સમગ્ર બાબતે મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે નાની ભુગેડી ગામના ગ્રામજનો દ્વારા પંદરમાં નાણાં પંચ તેમજ મનરેગાના કામોમાં ગેરરીતિઓ થયેલી છે, તેવી લેખિતમાં જાણ કરવામાં આવી છે. જે બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવશે અને નિયમાનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ અંગેની તપાસ જે તે વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં મનરેગાના કામોને લઈને વિકાસના કામોમાં બ્રસ્ટાચારના આક્ષેપો વારંવાર લાગતા હોય છે અને થોડાક સમય પહેલા જિલ્લાના લુણાવાડા તાલુકામાં પણ મનરેગાના કામો માટે વહીવટી મજૂરીને લઈને પણ આક્ષેપો સોશ્યલ મીડિયામાં થયા હતા ત્યારે હવે સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામના ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવતા મનરેગા યોજનાને લઈને જિલ્લામાં થતા વિકાસના કામોમાં સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ખરેખર મનરેગા અંતર્ગત થયેલ વિકાસના કામોની યોગ્ય તપાસ થાય તેવું સ્થાનિક ગ્રામજનો ઇચ્છિ રહ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT