ગીર-સોમનાથઃ બે સિંહ ભાઈઓની ગજબ કહાની, છૂટા પડ્યા-ફરી મીલન, ગામમાં રામ-લખનથી જાણીતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવેશ ઠાકર.ઉનાઃ કોડીનાર પંથકમાં બે સિંહ ભાઈઓની જોડી અને ગામના લોકો વચ્ચે એક અલગ જ પ્રેમની કહાનીએ જન્મ લીધો છે. બંને સિંહો જ્યારે આવ્યા ત્યારથી ગામમાં અચૂક આંટો મારતા પણ એક દિવસ એક ભાઈ બિમાર પડતા તેને વન વિભાગ લઈ ગયું અને પછી બીજા સિંહે પણ ગામમાં આવવાનું બંધ કરી દીધું. આ તરફ લખનના જલ્દી સાજા થવા પર ગામના લોકો દ્વારા બાધા અને માનતા પણ રાખવામાં આવવા લાગી. ગામના લોકો અને આ બંને સિંહો વચ્ચેના આ અતૂટ સંબંધની આ કહાની છે. આ કહાની છે જંગલ અને માનવ વચ્ચેના એક પ્રેમાળ સેતુની, આ કહાની છે અબોલ પ્રાણી અને આધુનિક સમયમાં માનવતાને મહેકાવતા માણસોની.

ગ્રામજનોના મુખેથી શબ્દ નીકળ્યાં હાશ રામ-લખન આવી ગયા
કોડીનાર પંથકના આલિદર ગામે રામ-લખન નામના બે સાવજોનો જન્મ થયો હતો, આ બંન્ને સાવજ પ્રત્યે ગ્રામજનોમાં પણ પ્રેમ જોવા મળી રહ્યો છે. વખત જતા તેઓ રામ લખનના નામે જાણીતા થયા અને રોજ ગામમાં એક વખત તો આંટો અચુક મારે જ. જો કે લખન બીમાર પડતાં વનવિભાગ તેમને સારવાર માટે લઈ ગયું હતું અને રામ એકલો પડી ગયો. એ પછી રામે ગામમાં આવવાનું જ બંધ કરી દીધું. લખન જલ્દી સાજો થાય તે માટે સિંહ પ્રેમી ભગીરથસિંહ બારડ નામના યુવાને તો માનતા રાખી અને લખન અઢી મહિનાની સારવાર બાદ સ્વસ્થ થયો અને વનવિભાગે મુક્ત કરતા તે આલિધર પહોંચી ગયો ને રામ-લખનનું મિલન થયું. બંન્ને સાવજો પોતાના નિત્યક્રમ મુજબ ગામમાં પહોંચી ગયા અને ગ્રામજનોના મુખમાંથી એક જ શબ્દ નિકળી ગયો હાશ..રામ-લખન બંન્ને આવી ગયા આ બંન્નેની જોડી જોઈ 15 એપ્રિલે ભગીરથસિંહ બારડે સત્યનારાયણની કથા કરી માનતા પૂર્ણ કરી હતી.

ઉદ્ધવ જેવી હાલત પવારની! NCPના 30 ધારાસભ્યો અજિત પવારના નેતૃત્વમાં ભાજપ સાથે જવા તૈયાર?

યુવાનોને સિંહ પ્રત્યેની અનહદ લાગણી,ટેટુ બનાવ્યા
જ્યારે આલીદર મુકામે પહોંચીએ ત્યારે લખનનું નામ લેતા જ ગામના યુવાનો ભવાનીબાપુ ભગીરથસિંહ બારડ, મોહીલસિંહ પરમાર, ભાવસિંભાઇ પરમાર, ઋતુરાજ જાદવ, તેમજ કર્મરાજભાઇ બારડનો એક જ સુર હતો કે હવે લખન આવી ગયો, રામ લખનની જોડી વગર મજા આવતી ન હતી. અહીં સિંહપ્રત્યે યુવાનોને એટલી લાગણી છેકે, હાથમાં સિંહના પંજા સહીત અલગ અલગ ટેટુ પણ બનાવ્યા છે.

ADVERTISEMENT

એ સિંહ નહીં… પરિવાર છે અમારો
આલીદર ગામના સિંહ પ્રેમિ ભગીરથસિંહ બારડે જણાવ્યું કે રામ લખનની વાત જ અલગ છે એ સિંહ નહીં પરંતુ અમારો પરિવાર છે. લખન બિમાર પડ્યો ત્યારે સત્યનારાયણ ભગવાનની કથાની માનતા પણ અમે રાખી હતી. હવે લખન પાછો આવતા અમને અનહદ ખુશી છે અને ભગવાનની કથા કરી રામ લખન સહી સલામત રહે તેવી પ્રાર્થના કરી હતી. રામ લખન આલીદરનું ઘરેણુ છે. સિંહ પ્રત્યેની લાગણી અને પ્રેમની વાત જ ન કરો ભાઇ… પરિવાર છે અને અમારા પરિવારના સભ્યોની જાળવણીમાં વનવિભાગ પણ પુરતો સહકાર આપે છે. આ તો રામ લખનની જન્મભૂમિ છે અને એ ગામમાં ન આવે તો ગ્રામજનોને ચિંતા થાય કે રામ લખન કેમ નથી આવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT