નડિયાદઃ પાર્ક કરેલી કાર અચાનક રોંગ સાઈડ લેતા મોપેડ ચાલક મહિલા નીચે પટકાઈ, ક્ષણમાં મળ્યું મોત

ADVERTISEMENT

નડિયાદના કોંકરણ વિસ્તારમાં એક મહિલાનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
નડિયાદના કોંકરણ વિસ્તારમાં એક મહિલાનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
social share
google news

હેતાલી શાહ.આણંદઃ નડિયાદના કોંકરણ વિસ્તારમાં એક મહિલાનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અહીં પાર્ક કરેલી કારને કાર ચાલકે અચાનક પોતાની રોંગ સાઈડમાં ટર્ન લેતા ટુ વ્હીલર પર જતી મહિલા નીચે પટકાઈ હતી. ઘટનામાં રોડ પર મહિલા પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. એક બે ઘડીના બેધ્યાનપણા અને બેજવાબદારી ભરી રીતે વાહન ચલાવવાનું કેટલું ગંભીર પરિણામ આવ્યું છે કે અહીં અઢી વર્ષના અને બીજા છ વર્ષના બાળકોએ પોતાની માતાને ગુમાવી દીધી છે.

Image preview

લાઈવ દૃશ્યો જોઈ લોકો સ્તબ્ધ
નડિયાદમાં એક ટુ વ્હીલર પર જતી મહિલાને કારે ટક્કર મારતા કમાટી ભર્યું મોત નિપજ્યું છે. મહત્વનું છે કે પાર્ક કરેલી કારને કારચાલક એક પોતાની કાર રોંગ સાઈડમાં ટર્ન લેતા ટુ વ્હીલર પર જતી મહિલા કાર સાથે અથડાઈ હતી. અને તે રોડ પર પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું હતુ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અકસ્માતના લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અક્સ્માત સર્જનાર એક બેંકના કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

પોરબંદરમાં સસ્તા અનાજ કેન્દ્રનું અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડીઓને જેલમાં ધકેલાયા

કેવી રીતે બન્યો બનાવ
મળતી માહિતી અનુસાર, નડિયાદના વાણીયાવડ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય રોશનીબેન કે જેઓ વ્યવસાય આર્કિટેક છે તેઓ કોઈ કામ અર્થે પોતાનો ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને બહાર ગયા હતા ગત સાંજે 7:30 વાગ્યા ની આસપાસ તેઓ ઉત્તરસંડા થી પોતાના એ સ્કૂટર પર પરત આવી રહ્યા હતા દરમિયાન કોંકરણ મંદિર પાસેના વિસ્તારમાં ઇમ્પિરિયર કોમ્પલેક્ષ પાસે એક કારે રોશની બેનના વાહનને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાવાને કારણે માથા પર ગંભીર ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતા 108 વાન ધ્વારા રોશનીબેનને નડિયાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનુ મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે મૃતક રોશની બેનના સસરા રાજેશ ભાઈ પરીખે નડિયાદ ટાઉન પોલીસ મથકે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કાર મુકી ચાલક ફરાર
પોલીસ તપાસમા ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમા કોમ્પલેક્સની બહાર એક કાર નંબર GJ23CC8198 ના ચાલકે પાર્ક કરેલ કારને એકાએક ચાલુ કરી રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો. અને રોડ પર પસાર થતા પહેલા રોશની બેનના ઈ સ્કુટરને ટક્કર મારી હતી. અને પાછળ અન્ય એક ટુ વ્હીલર પર કાર સાથે અથડાયું હતુ. જોકે બીજા ટુ વ્હીલર પર સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો પરંતુ રોશની બેનનુ વાહન કારની નીચે આવી ગયુ હોવાનુ સીસીટીવી મા જોવા મળી રહ્યુ છે. આ ઘટના બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.

ADVERTISEMENT

બુટલેગર સામે પોલીસે કોઈ એક્શન ન લેતા વેપારીઓએ કર્યું આ કામ, પોલીસ દોડતી થઈ

Image preview

ADVERTISEMENT

ત્યાં જ BOBમાં કામ કરતો હતો કાર ચાલક
આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકના પીઆઈ હરપાલસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ,”ગઈકાલે સાંજે જે બનાવ બન્યો એમાં જે બેન હતા એ પોતાનું ઇલેક્ટ્રીક બાઈક લઈને જતા હતા. વાણીયાવાડ રોડથી ઉત્તરસંડા રોડ તરફ ઇમ્પિરિયર કોમ્પલેક્ષ જ્યા bank of baroda આવેલી છે, ત્યાં bank of barodaના કર્મચારી કે જે આ કામના આરોપી છે, એ બેફિકરાયથી પૂર ઝડપે કોમ્પલેક્ષની નીચે પોતાની કાર ઉતારી બેનને અડફેટે લીધા અને બેનને માથામાં હેડ ઈન્જરી ખૂબ જ પ્રમાણમાં થયું હોય, સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અને જે બાબતે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધ એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સ્થળ પર ગઈકાલે સ્થળ પરથી કાર મળી છે અને ગાડીના જે ડ્રાઇવર છે તેના વિરુદ્ધમાં ફેટલ ગુનો રજીસ્ટર કરીને કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક ને હાલ પકડવાની કામગકરી ચાલુ છે. અને થોડા સમયમાં અરેસ્ટ થઈ જશે.”

અતિક અહેમદના પુત્રના એન્કાઉન્ટરમાં સાથે માર્યા ગયેલા ગુલામની માતા સાથે Exclusive વાતઃ શું કહ્યું?

Image preview

બે બાળકોએ માતા ગુમાવી
મહત્વનુ છે કે, 34 વર્ષીય રોશની બહેનના લગ્નજીવનને 10 વર્ષ જેટલો જ સમય થયો હતો. અને સંતાનમાં એક અઢી વર્ષનો અને એક 6 વર્ષનું સંતાન છે. આ અકસ્માતમાં બન્ને બાળકોએ પોતાની માતાને ગુમાવી છે. બેંક ઓફ બરોડાના કર્મચારી ની બેફિકરાઈ રીતે કાર ચાલવાની બેદરકારી ને કારણે એક આશા સ્પદ મહિલાનું મોત નિપજ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT