રાજકોટઃ મારવાડી યુનિ.માં ગાંજો વાવ્યો કોણે? તપાસ શરૂ, વિદ્યાર્થીઓ શંકામાં
રાજકોટઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજા જેવા છોડવા મળવાની બાબતે ગુજરાતમાં ભારે ચકચાર મચાવી છે. શિક્ષણજગત માટે આ ઘટના લાંછનરૂપ બની શકે તેમ છે. એફએસએલ…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજા જેવા છોડવા મળવાની બાબતે ગુજરાતમાં ભારે ચકચાર મચાવી છે. શિક્ષણજગત માટે આ ઘટના લાંછનરૂપ બની શકે તેમ છે. એફએસએલ દ્વારા રિપોર્ટ આવે ત્યારે ઘમું બધું સ્પષ્ટ થઈ જશે. પોલીસ કહે છે કે, આ ઘટના માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. જોકે પોલીસ એ સ્પષ્ટ નથી કહી રહી કે આ ઘટનામાં શું પગલા લેવાયા છે.
બનાસકાંઠામાં પિતાએ પુત્રને ભણવા બાબતે બે શબ્દો કહ્યા અને ફાંસો ખાઈ લીધો
ગુરુવારની સાંજે રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં સિક્યુરિટી ઈન્ચાર્જને ગાંજા જેવા છોડ હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી. કુવાડવા પોલીસની ટુકડી સ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસને યુનિવર્સિટી પરિસરમાંથી ઉખાડી નાખવામાં આવેલા 20 છોડ તથા ઉગેલા 3 શંકાસ્પદ છોડ મળ્યા હતા. જેના સેમ્પલ લઈ એફએસએલમાં તપાસમાં મોકલાયા હતા. જેનો રિપોર્ટ આવ્યાથી વધારે કાર્યવાહી થશે તેવું પોલીસનું કહેવું છે.
કોણ ગાંજો છે તો વાવી ગયું?
હવે આ ઘટનામાં વિદ્યાર્થીઓ પર પણ શંકાની સોય જઈ રહી છે. પોલીસ માની રહી છે કે જ્યાંથી આ છોડ મળ્યા છે ત્યાં નજીકમાં બાંધકામની સાઈટ ચાલુ છે અને ત્યાં કેટલાક પરપ્રાંતિય મજુરો કામ કરે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે તેથી હાલ સ્પષ્ટ નથી કે અહીં કથિત ગાંજો કોણે વાવ્યો હોઈ શકે. પણ જો તપાસમાં સામે આવ્યું કે કોઈ વિદ્યાર્થી કે શ્રમિકનો હાથ છે તો તેની સામે કાર્યવાહી થશે તે નક્કી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT