બનાસકાંઠામાં પિતાએ પુત્રને ભણવા બાબતે બે શબ્દો કહ્યા અને ફાંસો ખાઈ લીધો

ADVERTISEMENT

માતા પિતાને સ્તબ્ધ કરી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં બનાસકાંઠામાં એક પિતાએ પોતાના નાનકડા અને વ્હાલા પુત્રને ભણવા બેસવાનું કહેતા જ 14 વર્ષના આ પુત્રને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો છે.
માતા પિતાને સ્તબ્ધ કરી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં બનાસકાંઠામાં એક પિતાએ પોતાના નાનકડા અને વ્હાલા પુત્રને ભણવા બેસવાનું કહેતા જ 14 વર્ષના આ પુત્રને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો છે.
social share
google news

બનાસકાંઠાઃ માતા પિતાને સ્તબ્ધ કરી દેનારી એક ઘટના સામે આવી છે. અહીં બનાસકાંઠામાં એક પિતાએ પોતાના નાનકડા અને વ્હાલા પુત્રને ભણવા બેસવાનું કહેતા જ 14 વર્ષના આ પુત્રને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો છે. પરિવાર માટે અચાનક માથે આવીને પડેલા આ દુખને સહન કરવાની પણ શક્તિ ન રહી હોય તેમ તમામ લોકો ગમગીન થઈ ગયા છે. બનાસકાંઠાના વાવ ગંભીરપુરા ગામની આ ઘટના છે કે જ્યાં એક ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પિતાની હાલતની કલ્પનામાત્ર ધ્રુજાવનારી
બનાકાંઠામાં વાવ ખાતે આવેલા ગંભીરપુરા ગામે એક કરુણ ઘટના બની છે. જ્યાં ધોરણ 9માં અભ્યાસ કરતા પુત્રને પરીક્ષાઓ હોવાથી પિતાએ સહજ રીતે તેને વાંચવા બેસવાનું કહ્યું. જોકે પુત્રને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. તેણે છાપરાના પાટ પર દોરડા વડે ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ખુદ પિતા માટે આ કેટલી આઘાત જનક ઘટના હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી નાખનારી છે. આટલા નાનકડા બાળકને પણ આપઘાત કેમ કરવો તે સુજ પડવી પણ એક ચોંકાવનારી છે. પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

સુકા મેવા પણ સસ્તા લાગશેઃ મસાલાઓના ભાવ આસમાને પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે અગાઉ ધોરાજી ખાતે પણ પેટમાં દુખાવાથી પીડાતી પુત્રીને પિતાએ દવા લેવા જવાનું કહ્યું ત્યારે તેણે ઝેરી દવા ગળે ઉતારી દીધી અને આપઘાત કરી લીધો હતો. ઉપરાંત સુરેન્દ્રનગરમાં તો પિતાએ ફોન ના આપ્યો તો માઠું લાગી જતા પુત્રએ પલાસણા ગામ પાસે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા સંતાનોને સમજાવટ માટે કહેતા બે શબ્દો તેમના માટે ક્યારેય દ્વેશ ન હોઈ શકે, તે માત્ર ચિંતા સ્વરૂપે અને સારા ભાવી સ્વરૂપે લેવા જોઈએ. આપઘાત ક્યારેય કોઈ સમસ્યાનો સચોટ ઉપાય થઈ શક્યો નથી. દરેક સ્થિતિ માત્ર એક દૂધના ઉભરા સમાન હોય છે. સમય ઘણી પીડાઓની દવા બને છે. તેથી આપઘાત કરવા કરતાં જીવનના સુધાર માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આવા કોઈ વિચાર આવતા હોય કે પછી તમે એવા વ્યક્તિને જાણો છો કે જેને આવી કોઈ સમસ્યા હોય તો તુરંત પોલીસ કે સ્યુસાઈડ હેલ્પ લાઈન્સ પર કોલ કરી મદદ માગવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT