12-13 તારીખે ફરી વરસાદ કરી શકે છે એન્ટ્રીઃ હવામાન વિભાગે કરી આ આગાહી

ADVERTISEMENT

અમદાવાદમાં હાલનું વાતાવરણ જોઈ હવામાન વિભાગની આ આગાહી પર નિશ્ચિત જ આપને વિશ્વાસ નહીં થાય પરંત છેલ્લા ઘણા સમયથી અચાનક....
અમદાવાદમાં હાલનું વાતાવરણ જોઈ હવામાન વિભાગની આ આગાહી પર નિશ્ચિત જ આપને વિશ્વાસ નહીં થાય પરંત છેલ્લા ઘણા સમયથી અચાનક....
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં હાલનું વાતાવરણ જોઈ હવામાન વિભાગની આ આગાહી પર નિશ્ચિત જ આપને વિશ્વાસ નહીં થાય પરંત છેલ્લા ઘણા સમયથી અચાનક ઠંડક, ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓને જોવાની પડી ગયેલી ટેવને કારણે આપ કદાચ ભરોસો કરી પણ લેશો. આગામી 48 કલાક સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહે, તાપમાન પણ રહે પરંતુ 12થી 13મી એપ્રિલ દરમિયાન વરસાદ રહેવાની શક્યતાઓ વર્ણવવામાં આવી રહી છે. વરસાદ બાદ થતા નુકસાનને લઈને ખેડૂતો ઘણા ચિંતિત થતા રહ્યા છે. જ્યારે પણ આવી રીતે આગાહી સામે આવે ત્યારે ત્યારે વરસાદ અને તેના પછી થનારા નુકસાનના અંદાજમાં જ ખેડૂતો ખુબ ચિંતાતૂર બની જતા હોય છે.

ગુજરાત સામે 5 છક્કા લગાવી દેનાર રિંકૂ સિંહની કહાનીઃ જે બની ગયો IPLનો સૌથી મોટો

13મીએ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
ગુજરાતનું હવામાન બે દિવસ હવામાન સૂકું રહેવાનની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતના પણ આગામી સમયમાં વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને 13મીએ સાબરકાંઠા, સુરત, અરવલ્લી, ડાંગ, નવસારી, તાપી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં વરસાદ શક્ય છે.

જોકે આ તરફ રવિવારે જ અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. હાલના બે દિવસ તાપમાનમાં સામાન્ય ફેર પડે અને ગરમીનો અનુભવ થાય તેવું શક્ય છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT