નસવાડીમાં 10 લાખની લાંચ માગનારો અધિકારી ACBમાં પકડાયાના ગણતરીના કલાકોમાં ભાગી ગયો

ADVERTISEMENT

છોટા ઉદેપુરના નસવાડી ખાતે ગઈકાલે એસીબીએ કરેલી કાર્યવાહીમાં એક અધિકારી લાંચ લેવાના ગુનામાં પકડાયો હતો. એસીબીએ છટકું ગોઠવીને મહામહેનતે તેને પકડી પાડ્યો હતો.
છોટા ઉદેપુરના નસવાડી ખાતે ગઈકાલે એસીબીએ કરેલી કાર્યવાહીમાં એક અધિકારી લાંચ લેવાના ગુનામાં પકડાયો હતો. એસીબીએ છટકું ગોઠવીને મહામહેનતે તેને પકડી પાડ્યો હતો.
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ છોટા ઉદેપુરના નસવાડી ખાતે ગઈકાલે એસીબીએ કરેલી કાર્યવાહીમાં એક અધિકારી લાંચ લેવાના ગુનામાં પકડાયો હતો. એસીબીએ છટકું ગોઠવીને મહામહેનતે તેને પકડી પાડ્યો હતો. જોકે ગઈકાલે દિવસે એસીબીએ તેને પકડ્યો પણ રાત્રે તે કોઈની મદદથી ભાગી છૂટ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ લાંચિયાને હવે શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

મ્યાંમારમાં સેનાએ લોકો પર કર્યા હવાઈ હુમલાઃ બાળકો, મહિલાઓ સહિત 100ના મોત

શું બન્યું હતું?
માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર ગઈકાલે 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડાયા બાદ રાતે લાંચિયો અધિકારી ભાગી છૂટ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન(નાનો પુલ) નું કામ પૂર્ણ કરેલા જેના બિલના 1 કરોડ 20 લાખ મંજુર થયા હતા. જે બિલના 10 % લેખે 10 લાખની ની માંગણી નસવાડી ખાતે, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, નસવાડી ફરજ બજાવતા મદદનીશ ઈજનેર હરિશ સરદાર ચૌધરી ગઈકાલે બે લાખની રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. તેણે લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો. એસીબીએ ગુનો રજીસ્ટ્રેશન કરી પૂછપરછ માટે તેઓ નસવાડી વિશ્રામ ગૃહ લઈ ગયા હતા.

દિવસે પકડ્યો, રાત્રે છૂમંતર
તે દરમિયાન રાત્રીએ કોઈની મદદથી આરોપી હરીશ ચૌધરી ભાગી છૂટતા હડકમ મચી જવા પામી છે. ચર્ચાઈ રહ્યું છે કે કોઈ કોટ્રાક્ટરની ખાનગી ગાડીમાં ભાગી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે રદારભાઈ ચૌધરીની ઉંમર ૩૨ વર્ષ છે અને હાલમાં ૪૦૪, વેદાંન્ત રેસીડેન્સી, કાન્હા ફ્લેટની પાછળ, સોમાતળાવ, ડભોઈ રોડ, વડોદરા રહે છે અને મુળ રહેવાસી . સરદારપુર, ચીકણા તા.સતલાસણ જી.મહેસાણા નો છે. હાલ પોલિસ ની અલગ અલગ ટિમો વડોદરા, નર્મદા છોટાઉદેપુર સહિત અન્ય વિસ્તારોમાં હરીશ સરદાર ચૌધરી ને શોધવા કામે લાગી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT