Gujarat Rain Updates: પોલીસને મળ્યા લોકોના આશીર્વાદ, મહી નદીના પૂરમાં ફસાયેલાઓના બચાવ્યા જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rain Updates: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ માંથી 10.5 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેવા સમયે મહીસાગર જિલ્લા પોલીસ અનેક નીચાણવાળા વિસ્તારો માટે દેવદૂત બની મહી હતી અને પોલીસે જિલ્લાના અનેક જગ્યાઓ પર ફસાયેલા લોકોનુ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા તેમજ મહી નદીના પૂરમાં ફસાયેલા તેમજ નદી કિનારે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા

રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પાણી ભરાતા મહીસાગર જિલ્લા પોલીસે બચાવ કામગરી કરી હતી અને સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે 8 લોકોનુ સંતરામપુર પોલીસએ સફળ રેસ્ક્યુ કર્યું હતું સાથે સાથે રાજસ્થાનના આનંદ પૂરી રોડ નું કામ કરતા મજૂરો જે બોટ સાથે તણાય અને ખેડાપા બેટ તરફ આવ્યા હતાં તેમને પણ રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.

ફોન પર જાણકારી મળી કે 8 વ્યક્તિ ફસાયા છે અને પછી…

જિલ્લા તંત્રને ટેલીફોનથી સંદેશો મળ્યો હતો કે બેટ વિસ્તાર ખેડાપા ગામે ટેકરી ઉપર ૮ આઠ વ્યક્તિઓ ફસાયેલ છે અને હાલમાં સુરક્ષિત છે, તેવા મેસેજ હતા. જેથી વહીવટી તંત્રની ટીમ સાથે સંતરામપુર પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથધરી બોટ દ્વારા ૮ વ્યક્તિનું રેસ્ક્યું કરી સહીસલામત રીતે બહાર લાવી હતી. જેમાં (૧) માનસિંગ કાના પારગી (૨) મણીબેન માનસિંગ પારગી (૩) શકુંતલાબેન માનસિંગ પારગી (૪) ચંદ્રિકાબેન માનસિંગ પારગી (૫) જયદીપ માનસિંગ પારગી (૬) લક્ષ્મ કાના પારગી (૭) અંબાબેન લક્ષ્મણ પારગી (૮) બાપુભાઇ કાનાભાઈ પારગી તમામ રે.ખેડાપા નો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

New Parliament: નરહરી અમીન ફોટો સેશનમાં થઈ ગયા બેભાન, Video

રાજસ્થાનથી તણાતા આવ્યા ગુજરાત, પોલીસે બચાવ્યા

તેમજ રાજસ્થાનમાં જ્યાં મહીસાગર નદી ઉપર પુલ બનાવવાનું કામ ચાલતું હતું જે સ્થળેથી કન્ટ્રકશનની બોટ માલ સામાન સાથે ત્રણ વ્યક્તિ તણાઈને બેટ વિસ્તાર ખેડપા ગામે આવી હતી. જે ત્રણ બિહારી વ્યક્તિઓનું રેસક્યું કરી સહીસલામત બહાર કાઢ્યા હતા. જેમાં (૧) જયરામ કૈલાસ સહાની (૨) ઉમેશ શંકર સહાની (૩) તિવારી ધુરન સાહા તમામ રે. બિહારના લોકોના જીવ પણ પોલીસે રેસક્યું કરી બચાવ્યા હતા અને પોલીસ આ તમામ માટે દેવદૂત બની હતી. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોનું રેસ્ક્યું કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હાલ કડાણા ડેમમાંથી પાણી છોડવાનું નહિવત કરવામાં આવતા અને મહી નદીના પાણી ઓસરતાં લોકોએ હાસકારો અનુભવ્યો છે.

(વીરેન જોશી.મહીસાગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT