ગુજરાતમાં ભારે વરસાદને લઈને 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9ને ઓરેન્જ એલર્ટઃ જાણો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરઃ ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં તો ડેમ ખોલી દેતા ઘણા ગામોના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ જામનગરમાં 11…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં તો ડેમ ખોલી દેતા ઘણા ગામોના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ જામનગરમાં 11 ઈંચ, જૂનાગઢમાં 15 ઈંચ એમ મોટા ભાગના રાજ્યના શહેરો ગામડાઓમાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. આ તરફ લોકો વરસાદને કારણે ટ્રાફિક જામમાં પણ ફસાયા છે. ત્યારે ગુજરાતને પડ્યા પર પાટુ વાગે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
કયા જિલ્લા રેડ એલર્ટ, કયા ઓરેન્જ એલર્ટ હેઠળ?
ગુજરાતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગરને રેડ એલર્ટ જાહેર કર્યા છે. અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વર્ણવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ પોરબંદર, આણંદ, વડોદરા, સુરત, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી એમ 9 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ પર મુકાયા છે. આ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. અહીં ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
ક્યારે પડશે કેવો વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદ સારો એવો નોંધાશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભારે રહે તેમ છે જ્યારે આવતીકાલે છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યૂલેશનને પગલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાનમાં તાપી, નર્મદા, આણંદ, નવસારી, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવવું છે કે, 1 જુલાઈએ ગુજરાતમાં વરસાદ પડશે જ્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે વરસાદ લઈને આવે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT