ગુજરાતના આ વિસ્તારોમાં 48 કલાકમાં માવઠું થવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર માવઠા રૂપે આવ્યા છે. આગામી 48 કલાકમાં વરસાદ થવાની વકી સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર માવઠા રૂપે આવ્યા છે. આગામી 48 કલાકમાં વરસાદ થવાની વકી સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વરસાદ અને હવામાનમાં ફેરફાર થવાની આગાહી કરવામાં આવી રહી છે. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વર્ષે ઘણા દિવસોમાં માવઠું થવાની આગાહીઓ કરી દેવાઈ છે.
હિન્દીને રાષ્ટ્રભાષા નહીં માનનાર કિચ્ચા સુદીપ BJP માટે કરશે ચૂંટણી પ્રચાર?
માવઠાથી ખેડૂતોની પરેશાની વધે
અંબાલાલ પટેલે આગામી સમયમાં એપ્રિલ અને મે મહિામાં આંધી વંટોળ આવવાની શક્યતાઓ વર્ણવી દેવાઈ છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા 5 એપ્રિલના સવારના 8.30થી 7 એપ્રિલે સવારના 8.30 દરમિયાન માવઠાની અસર રહેવાની સંભાવનાઓ દર્શાવાઈ છે. આ પછી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ઉનાળામાં સતત થયેલા માવઠાથી ખેડૂતો પરેશાન થયા છે. આ તરફ માવઠાને કારણે તાપમાન પણ સામાન્ય કરતાં નીચું નોંધાઈ રહ્યું છે. જોકે આ ઉનાળો પણ આકરો રહેશે તે પણ અંબાલાલ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ હતી.
મોદી સ્ટેડિયમમાં IPL જોવા આવેલા 150 લોકોના I-PHONE ચોરાયા
ક્યારે કયા વિસ્તારમાં વરસાદ?
આગાહી પ્રમાણે 5મી એપ્રિલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ પડે તો નવાઈ નહીં. ઉપરાંત 6 એપ્રિલે પણ આ વિસ્તારો પૈકી કેટલાકમાં વરસાદ નોંધાય તેમ છે. અને તેના પછીના બે દિવસ એટલે કે 7 અને 8મીએ તાપમાન સામાન્ય રહે તેવી સંભાવનાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT