Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે 6 જિલ્લામાં શાળાઓમાં રહેશે રજા, નર્મદા બંધનું જળસ્તર 138.68 મી. પહોંચ્યું
Gujarat Rain: ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે ફરી એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ હાલમાં સોમવારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે…
ADVERTISEMENT
Gujarat Rain: ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે ફરી એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ હાલમાં સોમવારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે ત્યારે ગુજરાતના છ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Parliament Special session: ખાસ સત્ર આજથી થશે શરૂ પછી નવા સંસદ ભવનમાં એંટ્રી, જાણો 5 દિવસ માટે શું છે સરકારની તૈયારી?
કયા જિલ્લાઓમાં રહેશે શાળાઓ બંધ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. દરમિયાનમાં ભારે વરસાદને પગલે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ ગતરોજ ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
ઉપરાંત 19 સપ્ટેમ્બરે ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 20મી સપ્ટેમ્બરે દ્વારકા અને જામનગર તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT