ગુજરાતના શિક્ષણ જગતની વાસ્તવિકતા: શું આ હરકત વિભાગ તવંગરોના બાળકો સાથે કરી શકતું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.અરવલ્લીઃ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવથી માંડીને વર્ષોથી વિવિધ ઉત્સવોના તાયફાઓની પાછળ પોલી વાસ્તવિક્તા સામે આવતી હોય છે. વિકસીત-વાઇબ્રન્ટ ગુજરાતમાં અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી પ્રવાસી શિક્ષકોથી ગાડું ગબડાવી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી 8 મહિના અગાઉ નિવૃત્ત થયા પછી તંત્ર અન્ય શાળામાંથી શિક્ષકો મોકલી વર્ષ પૂર્ણ કર્યા બાદ નવા સત્રમાં રોટેશન પદ્ધતિથી શિક્ષકની ફાળવણી પણ બંધ કરી દેવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો એક પ્રવાસી શિક્ષકના સહારે અભ્યાસ કરી રહ્યા હોવાથી શિક્ષણ તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

ગરીબોના બાળકનું કોણ?
પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ તાલુકાના માળ કંપા પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.5માં 15 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના બાળકો ખેત મજુરી કરતા પરિવારમાંથી આવે છે. માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી ઓક્ટોબર મહિનામાં વય નિવૃત્ત થતા શાળામાં કોઈ કાયમી શિક્ષક ન રાખવામાં આવ્યા ન હોવાથી આ શાળામાં આજુબાજુની પ્રાથમિક શાળામાંથી શિક્ષકો મોકલી અને એક પ્રવાસી શિક્ષકની મદદથી જુના સત્રમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. સત્ર પૂરું થયા બાદ શાળા ખુલતા શાળામાં નવા સત્રમાં અન્ય શાળામાંથી આવતા શિક્ષક સ્ટાફ પણ અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવતા સમગ્ર બાળકોનું ભારણ પ્રવાસી શિક્ષકના સહારે ચાલી રહ્યું છે. નવા સત્રમાં શિક્ષણ કાર્યને 15 દિવસથી વધુનો સમય થવા છતાં શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક ન થતા અને અન્ય શાળામાંથી આવતા શિક્ષકો પણ ન મુકતા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે.

International Yoga Day 2023: UNના મુખ્યાલયમાં PMએ કર્યા યોગાસન કહ્યું-‘યોગ કોપીરાઈટ ફ્રી’

માળ કંપા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 15 જેટલા બાળકો માળ કંપામાં ખેત મજૂરી કરતા ભાગીયાના હોવાથી શું શિક્ષણ તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે? જાણે ગરીબ અને અભણ પરિવારના બાળકોના શિક્ષણનું કોઈ મૂલ્ય ન હોય તેવું એસી ચેમ્બરમાં અને પંખા નીચે બેઠેલા અધિકારીઓ માની રહ્યા છે કે શું…?? કોઈ તવંગર તો સરકારી શાળામાં બાળકોને ભણાવતા હોય તેવું જોવા મળતું નથી પરંતુ આ બાળકોની જગ્યાએ તવંગર પરિવારના બાળકો હોત તો પણ શું તંત્ર આ જ હરકત તેમની સાથે કરતું ? કે કરી શકતું? શું અધિકારીઓમાં તે તવંગર પરિવારોના બાળકો સાથે આવી હરકત કરવાની તાકાત પણ છે? માળ કંપા પ્રાથમીક શાળામાં છેલ્લા 8 મહિનાથી કાયમી શિક્ષકોની નિમણૂક ન થતા ભણશે ગુજરાત… ની જગ્યાએ કઈ રીતે ભણશે ગુજરાત…. કે પછી આ જ રીતે ભણશે ગુજરાત?…. સહીત વિવિધ સવાલો ઊભા થયા છે, જોકે આ સવાલો પર ઢાંક પીછોડો કરવાને બદલે તંત્ર આ બાળકોના ભાવી પાછળ મહેનત કરી જાણે તેવી આશાઓ હજુ પણ લોકોને છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT