ધો.9થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25,000 સુધીની સ્કોલરશીપ, જાણો ગુજરાત સરકારની આ યોજના અંગે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 25 હજાર સુધીની સ્કોલરશીપની જાહેરાત કરવામાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 25 હજાર સુધીની સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપની યોજના ખુબ જ આશાવાદ ઊભો કરનારી બની શકે છે.
ધો.9થી 10માં 20000 ની સ્કોલરશીપ
ગુજરાત સરકાર દ્વારા નવી સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થીના જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જાહેરાત કરતા કહેવાયું છે. જાહેરાતમાં કહેવાયું છે કે, આ યોજનામાં સમાવિષ્ઠ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25000 સુધીની સ્કોલરશીપ અપાશે. જેમાં ધોરણ 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન 20 હજાર અને ધોરણ 11થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વર્ષે 25000ની સ્કોલરશીપ અપાશે.
આ સ્કોલરશીપના નાણા સીધા બેન્કના ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ધોરણ 1થી 8માં સરકારી અનુદાનિત શાળામાં સળંગ અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્ય સરકારે જાહેર કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, ધોરણ 9 થી 10 માટે વર્ષે 20,000 અને ધોરણ 11 થી 12 માટે 25,000 રુપિયા મળશે#gnansadhnascholarship #vtvgujarati pic.twitter.com/xKPME4T1Kd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2023
ADVERTISEMENT