ફિલ્મી કહાનીથી ઓછી નથી થરાદની મહિલાની હત્યાઃ દાગીનાની સાઈઝ નાની પડી અને થયું મર્ડર

ADVERTISEMENT

થરાદ
થરાદ
social share
google news

ધનેશ પરમાર બનાસકાંઠાઃ બનાસકાંઠાના આંતરિયા સરહદી વિસ્તાર થરાદના આતૃર ગામમાં એક મહિલાની હત્યાનો બનાવ બહાર આવ્યો છે. જોકે સાસરીયાઓએ સાટા પ્રથામાં લગ્ન કરી આવેલી આ પરણીતાની દહેજ મેળવવાની લાલચમાં, ત્રાસ આપી ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ હત્યાની ઘટના કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી પરંતુ ગુનો લાખ છૂપાવવા છતા સત્ય બહાર આવે જ છે. તેમ આ ઘટનામાં પણ ગુનેગારોને હવે જેલના સળિયા ગણવા પડશે તેમાં કોઈ બેમત નથી.

પ્રથમ તો સાસરીયાઓએ મહિલા ગુમ થયાની અને તે બાદ તળાવમાંથી તેની લાશ મળતા મહિલાએ આત્મહત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો કે મહિલાનું ગળું દબાવી હત્યા કરાઇ છે. આ મામલે પોલીસે પતિ સહિત છ વિરોધ ફરિયાદ નોધી તમામની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

તોડકાંડઃ યુવરાજસિંહ સહિતના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવવી

દાગીનાની સાઈઝ નાની પડી
આ કરુણાંતિકામાં મોતને ભેટેલી યુવતી સોરમબેન બાબુલાલ નાઈ મૂળ રાજસ્થાનના ગુંદાઉ ગામની મૂળ રહીશ હતી. જેમાં સોરમબેન અને તેમના ભાઈ મદનલાલ બન્નેના સાટા પદ્ધતિથી પ્રથમ સગાઈ થઈ હતી. જેમાં સોરમ બેનના લગ્ન થરાદ તાલુકાના આત્રોલ ગામે થઈ ગયા હતા. લગ્ન જીવનમાં તેમને બે સંતાન હતા. જ્યારે સોરમબેનના ભાઈ મદનલાલની માત્ર સગાઈ થઈ હતી. જોકે થોડા સમય અગાઉ મદનલાલના લગ્ન બાબતે સોરમબેનના પિયરિયાઓ આત્રોલી ગામે ચાંદીના કડલાં અને તોડા લઈ આવ્યા હતા. સોરમબેનના સાસુ તેમજ સાસરીપક્ષના લોકોએ ચાંદીના કડલાં અને તોડા નાનાં છે. તેવું કહી કજિયો કર્યો હતો. જે બાદ સોરામબેનના સાસરીયાઓએ દહેજ માટે વારંવાર દબાણ કરતા હતા અને ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ પણ સોરમબેને પોતાના પિતા અને પરિજનોને કરી હતી. જોકે પિતા બાબુલાલે કહ્યું કે દિકરા મદનના લગ્ન બાકી છે. જો ઠપકો આપીશ તો તારા ભાઈનું સગપણ તુટી જશે. તેમ કહી દિલાસો આપ્યો હતો અને સોરમબેનના સાસરિયાઓને બે તબક્કે ફોન-પે થી રું 40000/ દીકરી દહેજ પેટે ચૂકવ્યા હતા.

ADVERTISEMENT

તમારી દીકરી ગુમ છે, તુરંત આવો, સારિયાઓનો ફોન અને મળી દીકરીની લાશ
થોડા દિવસ અગાઉ સોરમબેનના સાસરિયાઓએ તેણીના પિતા બાબુભાઈ નાઈને ફોન કર્યો અને કહ્યું કે ‘તમારી દીકરી ગુમ થઈ છે, મળતી નથી’ જેથી તેના પિતા દોડી થરાદ આવી ગયા હતા, જોકે તેમની દીકરીની ભારે શોધખોળ કરી અને અંતે તે ગામના તળાવમાંથી મૃત હાલતમાં મળી હતી. મૃતક પરણિત સોરમબેન પ્રકાશભાઈ નાઈની લાશ જોતા તેની આંખમાંથી લોહી આવતું હતું અને ગળામાં સોજો દેખાતા તેમને શંકા ગઈ હતી. આ તરફ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે પીએમ અર્થે લાશ મોકલી હતી. ફોરેન્સીક તપાસના પ્રારંભીક અહેવાલમાં ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. તબીબી રિપોર્ટમાં પરણિત સોરમબેન પ્રકાશભાઈ નાઈની ગળું દબાવી હત્યા કર્યાનું ખુલ્યું હતું. જેથી પોલીસે તમામ 6 સાસરિયાઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું, મર્ડર, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં બાઈક ચાલક-પોલીસ વચ્ચે મારામારી, યુવકે લાકડીથી ટ્રાફિક પોલીસને માર માર્યો, સામે આવ્યો VIDEO

મર્ડરના અપરાધીઓ, હવે જેલ હવાલે થશે..
આ સમગ્ર ક્રાઇમ સામુહિક રીતે અપરાધીઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાની પુત્રવધુ સોરમબેનને દહેજ મામલે ત્રાસ આપી ગળું દબાવી હત્યા કર્યાનું ખુલ્યું છે. જેમાં સાસુ, વડી સાસુ, દિયર સહિતના એક જ ઘરના દહેજ ભૂખ્યા હત્યારાઓએ પોતાની પુત્રવધુની હત્યા કરી તેમ જ પુરાવાનો નાશ કરવા માટે ગામના જ તળાવમાં પુત્રવધુ સૂરમબેનની લાશને ફેંકી દીધી હતી. તેમણે હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જોકે પાપ છાપરે ચડીને પોકારે છે. તેમ પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા નીચે મુજબના છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે

ADVERTISEMENT

(૧) વાદળીબેન તગાજી નાઈ
(૨) રૂખીબેન ભીખાભાઈ નાઈ
(૩) ઓખા ભીખાભાઈ નાઈ
(૪) રાજુ ભીખાભાઈ નાઈ
(૫) ભરત દલાભાઈ નાઈ
(૬) અર્જુન દલાભાઈ નાઈ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT