ગુજરાતમાં કોરોનાના વધુ 316 કેસ નોંધાયા, અમદાવાદમાં 109 દર્દી: Corona Updates

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા છે. કોરનાને લોકોએ જે રીતે હવે હળવેકથી લેવાનું શરૂ કર્યું છે ત્યાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યાં બીજા નવા 316 કેસ ગુજરાતમાં નોંધાતા તંત્ર ચિંતાતુર બન્યું છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 109 કેસ નોંધાયા છે. જ્યારે આજે રાહતની વાત એ છે કે કોરોનાને કારણે મૃત્યુ થનાર વ્યક્તિ એક પણ નથી. જોકે હજુ 10 વ્યક્તિના જીવ જોખમમાં છે. તેઓ ગંભીર સ્થિતિમાં વેન્ટિલેટર પર છે.

ફાર્મા સેક્ટર પર કડક કાર્યવાહી: 203 કંપનીઓની તપાસ બાદ 18 લાયસન્સ રદ્દ

કોરોનાએ ચિંતા વધારી
સરકારી આંકડાઓ પ્રમાણે, ગુજરાતમાં જ્યાં 316 નવા કેસ નોંધાયા છે ત્યાં બીજી તરફ આજે 189 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,68,053 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1976 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1966 નાગરિકો સ્ટેબલ છે. આજે એક પણ વ્યક્તિનું કોરનાથી મોત થયું નથી તે રાહતની વાત છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 11,053 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જેના કારણે કોરોનાથી સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી બન્યું છે. સતત વધી રહેલા કોરોનાના આંકડા અને વધુ એક મોતથી આરોગ્ય તંત્રની ચિંતાઓ વધી છે. કારણ કે આજના દિવસમાં માત્ર 643 લોકોએ જ કોરોનાની વેક્સીનના વિવિધ ડોઝ લીધા છે.

સાંસદ સભ્ય પદ ગુમાવ્યા બાદ છીનવાયો બંગલો, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ

વેક્સિનેશનમાં ઘટાડો
ગુજરાતમાં આજના દિવસના કોરોનાના આંકડાઓમાં અમદાવાદ સૌથી મોખરે છે જ્યારે તે ઉપરાંત મહેસાણા, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ વધવા લાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં આજે માત્ર 33 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 42 અને બીજો ડોઝ 127 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 1 કિશોરે પ્રથમ અને 1 કિશોરે બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 1 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 51 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT