ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કબજો લીધો, આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે
કચ્છઃ ગુજરાત ATSએ આજે પટિયાલા હાઉસ કોર્ટમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લીધી છે. ગુજરાત ATSની ટીમ લોરેન્સ સાથે મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી. ATSએ 2022માં…
ADVERTISEMENT
કચ્છઃ ગુજરાત ATSએ આજે પટિયાલા હાઉસ કોર્ટમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લીધી છે. ગુજરાત ATSની ટીમ લોરેન્સ સાથે મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી. ATSએ 2022માં 500 કરોડના જંગી જથ્થામાં હેરોઈન રિકવર કર્યું હતું અને 6 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ માગશે લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ
ડ્રગ્સના આ કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું. ગુજરાત ATS આ મામલે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે, જેના માટે ATSએ લોરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે. ગુજરાત ATS આજે સવારે લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેશે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના મામલામાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાનીઓ સહિત 8ને પકડ્યા હતા. આ NDPS કેસમાં પુછપરછ કરવા માગે છે. તેની પુછપરછ માટે એટીએસએ પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી હતી.
જમીન સંપાદનથી લઈ ટેન્ડરઃ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની હાલ શું છે સ્થિતિ- જાણો
લોરેન્સના સાથીને ત્યાં NIAના દરોડા
બે મહિના પહેલા NIAએ ગુજરાતના ગાંધીવાડમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ઘરે દરોડા પાડ્યા હતા. કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સહયોગી રહ્યો છે. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો છે અને તે લોરેન્સ બિશ્નોઈને મદદ કરતો હતો.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT