સોનાના વેઢલા માટે લૂંટારુઓએ મહિલાના કાન કાપી નાખ્યાઃ દ્વારકામાં બની ચોંકાવનારી ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી.દ્વારકાઃ દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. દેવભૂમિ પર માત્ર સોનાના વેઢલા માટે શખ્સે મહિલાના કાન કાપી નાખ્યા હતા. પતિને જમવા માટે ટીફિન આપવા જતા હતા એક અજાણ્યો વ્યક્તિ બન્ને કાન કાપી સોનાના વેઢલાની લૂંટ કરી ભાગી ગયો. મામલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

સુરતઃ પરિવાર સાથે સૂતેલી બાળકીને ઉઠાવી પડોશીએ આચર્યું દુષ્કર્મઃ ઘાયલ દીકરીનું 2 કલાક ઓપરેશન

દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામની ધટના ભર બપોરે સેન્ટમેરી સ્કૂલના ગેટ આગળ સુમીબેન આશાભા શિરુકા (ઉં.વ. 50) તેમના પતિને જમવા માટે ટીફિન આપવા જતા હતા. દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ બન્ને કાન કાપી સોનાના વેઢલાની લૂંટ કરી ભાગી ગયો હતો. મહિલાને આ ઘટનામાં કાન પર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ મીઠાપુર 108 ઈએમટી કેતન બકોત્રા પાઇલોટ યોગેશ ગઢવીને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને સારવાર આપી વધારે સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT