ગોધરામાં મોતના મુખમાંથી પોલીસ જવાને બચાવ્યો છતા ટ્રેનમાં ચઢવાની આ કેવી ઉતાવળ- જુઓ CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ ગોધરા રેલવે સ્ટેશન પર એક વિચિત્ર ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિ જે ટ્રેનમાં ચઢવા જતા નીચે પડી જાય છે અને માંડ માંડ પ્લેડફોર્મ અને ટ્રેનની વચ્ચે પડીને જીવ ગુમાવે તે પહેલા જીવના જોખમે પોલીસ જવાન અને અન્યો દ્વારા બચાવવામાં આવે છે. તે શખ્સ ફરી ચાલુ ટ્રેનમાં ચઢવાના પ્રયત્નો કરવા જાય છે. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સીસીટીવી જોયા પછી તમે પણ કદાચ વિચારશો કે પોલીસ અને અન્યોનો આભાર માનવો તો ઠીક આ કેવું ટ્રેનમાં ચઢવાનું ગાંડપણ છે કે ફરી જીવ જોખમમાં મુકવા વ્યક્તિ તૈયાર છે?

મોરબીમાં દેશી દારૂના કારખાના ક્યાં? તે ગૂગલ મેપને પણ ખબર, છતા મોરબી પોલીસ અજાણ

એક નહીં પણ બે વાર એ જ વ્યક્તિનો જીવ બચાવાયો
ગોધરા રેલવે જીઆરપી પોલીસ દ્વારા એક મુસાફરનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિ ચાલુ ટ્રેનમાં ચઢવા જતા નીચે પડી ગયો હતો. જેમાં તે બોગી અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય તે પહેલા જ સમય સૂચકતા વાપરી ત્યાં હાજર પોલીસ જવાન અને અન્ય વ્યક્તિઓએ સાથે મળી તેને બહાર પાછો ખેંચી લીધો હતો. પોલીસ અને હાજર વ્યક્તિઓની સતર્કતાને કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો.

જોકે જીવ બચ્યા પછી આ વ્યક્તિ ફરી ચાલુ ટ્રેનમાં ચઢવાના પ્રયાસ કરવા લાગે છે. જેને કારણે ફરી પોલીસ અને અન્ય વ્યક્તિઓ તેને રોકી લે છે અને તેને કહે છે કે શાંતી રાખો ટ્રેન ઊભી રહેશે. આખરે ટ્રેનને થોભાવી દેવાય છે. આ ટ્રેન હરિદ્વારથી બાંદ્રા તરફ જઈ રહી હતી. જેમાં વ્યક્તિ પાણી લેવા માટે નીચે ઉતર્યા હતા પરંતુ ટ્રેન ઉપડી જાય છે અને ટ્રેન છૂટી જશે તેની લ્હાયમાં તે તુરંત ચઢવાના પ્રયત્નો કરે છે ત્યારે આ બનાવ બને છે. આ ઘટના 19 જૂનની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT