સુરતની સાડી-કુર્તાની ફેક્ટરીમાં લાગી આગઃ 4 વ્યક્તિને બચાવાયા
સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઈલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગાર્મેન્ટની ફેક્ટરીઓ પૈકીની એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા તુરંત ફાયર…
ADVERTISEMENT
સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઈલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગાર્મેન્ટની ફેક્ટરીઓ પૈકીની એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા તુરંત ફાયર વિભાગની એક ટુકડી ત્યાં દોડી આવી હતી. ફાયર વિભાગે ચાર મજુરોનું રેસ્ક્યૂ કર્યું હતું. તેમને સલામત બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીની આસપાસ અન્ય ફેક્ટરીઓ પણ છે કે જ્યાં આગ ફેલાય તો મોટું નુકસાન થાય તેમ હતું.
4 કારીગરો ફસાયા
ઉધના વિસ્તારના ઉદ્યોગનગર 2 ખાતેના પ્લોટ નં. 396 ડી એલ ગાર્મેન્ટમાં સાડી અને કુર્તા બનાવવાની મશીનરીમાં ગત રાત્રે આગ લાગી હતી. આગ ખુબ ઝડપથી પ્રસરી રહી હતી. આગ લાગી ત્યારે બીજા માળ પર ચાર કારીગરો ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ વધુ ફેલાય તે પહેલા ફાયર વિભાગ સ્થળ પર આવી પહોચ્યું હતું અને કામદારોને બચાવી લેવાયા હતા.
જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેક્ટર-કાર ભટકાતા 4 વ્યક્તિના જીવ ગયા
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રારંભિક તારણ
આ આગ ફેક્ટરીના બીજા માળ પર લાગી હતી. જ્યાં મોટી માત્રામાં રો-મટીરિયલ પડ્યું હતું. બીજા માળ ઉપર કેટલાક કામદારો કામ કરતા હતા. જીશાન અન્સારી, શકીલ મહોમ્મદ અન્સારી, રેહાન અન્સારી અને અરબાઝ અન્સારી નામના આ ચારેય કામદારોને બાદમાં ત્યાંથી સલામત બહાર કઢાયા હતા. પ્રારંભીક ધોરણે આ આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર કારણ હોવાનું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT