Crime Latest News : Ahmedabadમાં લુખ્ખા તત્વો બેફામ, છરીથી હુમલો, પિસ્તોલથી ધમકી, આસામાજિક તત્વોનો આતંક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad Crime Latest News : અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જોવા મળે છે. મારામારી અને માથાકૂટની ઘટના હવે શહેરમાં સામાન્ય બનતી જાય છે. હાલમાં અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ હુમલો કર્યો હતો.જેમાં હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરતાં અટકાવમાં આવતા યુવક પર હુમલો કર્યો હતો. સાથે જ યુવકને પિસ્ટલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કરતાં અમદાવાદમાં ચકચાર મચી ગયો હતો.
વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો

અમદાવાદના નરોડા-ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલની ઘટના સામે આવી છે. આ હુમલામાં ધમા બારડ, સિટ્ટુ બાપુનગર, કેતન ચપ્પલના નામ સામે આવી રહ્યા છે. આ સાથે લુખ્ખા તત્વોએ હોટલકર્મીને અપશબ્દો કહેતા જોવા મળ્યા અને હોટલમાં ઘમાલ મચાવી હતી. આ સમગ્ર ઘટના CCTV સામે આવતા પોલીસ અને તંત્ર પર લોકોની સુરક્ષાને લઈ કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હોટલના CCTVમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની તસવીરો કેદ થઈ હતી.

ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ઘટના બાદ ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધમા બારડે પિસ્ટલ બતાવી સિટુ બાપુનગર અને કેતન ચપ્પલ એ છરી વડે હુમલો કર્યો હતો. આ સાથે અન્ય 8 આરોપી એ ધોકા અને પાઈપ વડે હુમલો કરી સોનાના ચેન લૂંટી કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, 16 તોલા સોનાની ચેન જેની કિંમત આશરે 8 લાખ રૂપિયા હશે તે લૂંટી જતા ફરિયાદ નોધાઈ છે. ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT