ભાજપનું મિશન 2024: ગુજરાતના પૂર્વ CM રૂપાણી અને પૂર્ણશ મોદીને હાઈકમાન્ડે સોંપી મહત્વની જવાબદારી
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર નવા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક વિજય રૂપાણીને પંજાબની જવાબદારી JP Nadda Released New State Incharge…
ADVERTISEMENT
- લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર
- નવા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક
- વિજય રૂપાણીને પંજાબની જવાબદારી
JP Nadda Released New State Incharge List: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નવા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. તો પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ મોટો ફેરફાર કર્યો છે.
ગઈકાલે યોજાઈ હતી મહત્વની બેઠક
આપને જણાવી દઈએ કે, શુક્રવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહ, જે.પી નડ્ડા અને બી.એલ સંતોષની બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી પ્રભારીઓના નામોને લઈને મંથન કરવામાં આવ્યું છે. બેઠકમાં વિચાર-વિમર્શ બાદ જ ચૂંટણી પ્રભારીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે પાર્ટીએ ઘણા નવા ચહેરાઓને મોટી જવાબદારીઓ આપી છે.
ADVERTISEMENT
बिहार में मचे सियासी घमासान के बीच BJP ने जारी की लोकसभा चुनाव 2024 के के लिए चुनाव प्रभारियों और सह-प्रभारियों की लिस्ट
बैजयंत पांडा उत्तर प्रदेश और विनोद तावड़े को बनाया गया बिहार चुनाव प्रभारी#NitishKumar #BiharPolitics #LoksabhaElections2024 #NitishKumarRejoiningNDA #BJP pic.twitter.com/mp0wWBkLKj
— Shailendra Singh (@Shailendra97S) January 27, 2024
કયા રાજ્યની જવાબદારી કોને સોંપવામાં આવી?
સત્ય કુમાર આંદામાન નિકોબારના ચૂંટણી પ્રભારી હશે. અશોક સિંઘલને અરુણાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. બિહાર માટે વિનોદ તાવડેને ચૂંટણી પ્રભારી અને દીપક પ્રકાશને સહ-ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ચંદીગઢમાં ચૂંટણી પ્રભારીની જવાબદારી વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. દમણ અને દીવની પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે. ગોવાના ચૂંટણી પ્રભારી આશિષ સૂદ હશે. વિપ્લવ કુમાર દેવને હરિયાણાના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરેન્દ્ર નાગર સહ-પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજય ટંડનને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પ્રભારી તરુણ ચુગ અને સહ-પ્રભારી આશિષ સૂદને બનાવવામાં આવ્યા છે. વિજયંત પાંડાને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં મહેન્દ્ર સિંહને ચૂંટણી પ્રભારી અને સતીશ ઉપાધ્યાયને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગલ પાંડેને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રભારી, અમિત માલવિયા અને આશા લાકરાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT