લ્યો બોલો… દરગાહ તોડયા બાદ 17 વર્ષથી પોલીસ વાન એકને એક જગ્યાએ, કોના આદેશથી મુકાઇ તે પણ કોઈ નથી જાણતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ક્યારેક એવી પણ ઘટના સામે આવે કે કઇ રીતે ખાતું ચાલતું હશે? આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વર્ષ 2006માં સિવિક બોડીએ વોલ્ડ સિટીમાં ઐતિહાસિક ચાંપાનેર ગેટ પાસે જગ્યા ખાલી કરવા માટે દરગાહને તોડી પાડી હતી. ફરી કોઈ દરગાહ ન બનાવે અને કોઈ ઘટના ના ઘટે તે માટે પોલીસ વાન મૂકવામાં આવી હતી. અહી જુથ અથડામણ થઈ હતી અને આરોપીઓને પણ થોડા દિવસ પહેલા મુક્ત કરવામાં આવ્યા છતાં 17 વર્ષથી પોલીસની બંને વાન અહી જ રાખવામાં આવી છે. 17 વર્ષથી અહીંયા વેપારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

3 મે 2006ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ચાંપાનેર દરવાજા રસ્તા વચ્ચે બનેલી એક દરગાહને હટાવવા માટે પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દરગાહના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા આસપાસ નવાપુરા ખારવાડથી અને નવાપુરા મરાઠી મહોલ્લામાં રહેતા 200 થી વધુ લોકોના બે કોમનાં ટોળાં સામ-સામે આવી ગયાં હતાં. ત્યારે આ ઘટનાને લઈ અહી બે પોલીસ વાં રાખવામાં આવી હતી જેના ટાયર પણ જમીનમાં દટાઈ રહ્યા છે. બીજી તરફ વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે કોર્પોરેશન દ્વારા વર્ષ 2006માં રસ્તા વચ્ચેની દરગાહ હટાવ્યા બાદ થયેલી અથડામણના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ આ વાન આજે પણ અહી જ છે.

વેપારીઓને મુશ્કેલી પડી રહી છે
પોલીસ દ્વારા દરગાહની જગ્યાએ વાહન મૂકી દેતા છેલ્લાં 16 વર્ષથી અહીં દુકાન ધરાવતા લોકોને પોતાનો સામાન લાવવા-લઇ જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગાડીના ટાયર જમીનમાં ખૂંપી ગયાં છતાં પોલીસ અહીંથી વાહન કેમ નહીં હટાવતી હોય તેવા સવાલો સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ વાહનો ક્યારે દૂર થાય છે એ તો સમય જ બતાવશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં 48 કલાકમાં માવઠું થવાની આગાહી

આ મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો
આ પોલીસ વાનને કોના આદેશથી અહી મૂકવામાં આવી છે તે પણ કોઈ નથી જાણતું. આ વાન વર્ષોથી અહીં આમને આમ જ પડી છે. ત્યારે જોવાનું એ પણ રહ્યું કે આ હવે ક્યારે હટશે. જોકે આ મુદ્દો વિધાનસભા સુધી પણ પહોંચ્યો હતો. સયાજીગંજના ધારાસભ્ય અને વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયાએ તાજેતરમાં જ આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT