સિદ્ધપુરમાં પાઈપમાંથી મળેલી લાશની ઓળખ થઈ? 12 દિવસથી ગુમ યુવતી ટાંકી તરફ જતા CCTVમાં દેખાઈ
વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાં થોડા દિવસો પહેલા બે અલગ-અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારે આ માનવ અવશેષો કોના છે તે…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાં થોડા દિવસો પહેલા બે અલગ-અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારે આ માનવ અવશેષો કોના છે તે મામલે આખું શહેર ભયભીત હતું. તો બીજી તરફ 7મીએ એક યુવતી ગુમ થઈ ગઈ હતી, જેની ફરિયાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પાઈપલાઈનમાંથી મળેલી લાશના અવશેષોના પુરાવાના આધારે પરિવાર આ લાશ લવિના હરવાણીની હોવાનું જણાવી રહ્યો હતો. બીજી તરફ ગુમ થયેલી યુવતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
12મી મેના રોજ લવિનાના લગ્ન હતા
આ સીસીટીવીમાં લવિના 7મી મેના રોજ મોડી સાંજે ઘરેથી નીકળીને પાણીની ટાંકી તરફ જતી જોવા મળે છે, પરંતુ સીસીટીવીમાં અન્ય કોઈ શકમંદ દેખાતો નથી. એવામાં હવે પોલીસ પણ દોડતી થઈ છે. લવિના હરવાણીના 12મીએ લગ્ન થવાના હતા પરંતુ 7મીએ મોડી સાંજે તે ઘરેથી મંદિરે જવા માટે નીકળી હતી પરંતુ પરત ન આવી, પોલીસ તપાસમાં પાણીની પાઇપ લાઇનમાં લાશના અવશેષ અને ગુમ થયેલી યુવતી લવિના હરવાનીની માતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યાર બાદ જ ખબર પડશે કે પાણીની પાઈપલાઈનમાં મળેલા અવશેષો લવિના હરવાનીના જ છે કે નહીં.
પાઈપમાંથી મળેલી લાશના અવશેષોથી પરિવારે કરી ઓળખ
બીજી તરફ પાણીની પાઈપલાઈનમાંથી યુવતીની લાશના અવષેશો મળ્યા છે. જેમાં બંગડી, દુપટ્ટો વગેરે પણ છે. જે ગુમ લવિનાના હોવાનો તેના પરિવારજનોએ સ્વીકાર કર્યો છે. જોકે લવિના ગુમ થઈ તેને 12 દિવસ થવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ પોલીસ શોધી શકી નથી. ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT