વર્ગ ખંડ છે નહીં, તો કેવી રીતે ‘ભણશે ગુજરાત’? બાળકોને ઝાડ નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરિયા.અરવલ્લીઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા અદ્યતન આધુનિક સુવિધા વાળી કોમ્પ્યુટર લેબ સહિતના ઓરડાઓ માટે કરોડો વપરાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલીક પ્રા શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ખુલ્લામાં બેસી ઝાડ નીચે બેસવું પડે છે. આ સ્થિતિને જોતા ગુજરાત સરકારની તમામ શિક્ષણ લક્ષી નીતિઓ પર પાણી ફરી વળી રહ્યું છે. જેને પગલે સરકારે તુરંત આ બાળકો માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડે તેવી માગ અને જરૂરિયાત ઊભી થઈ છે.

મણાવદરના યુવકનો Video ઉતારી કરાયો બ્લેકમેઈલઃ એકાઉન્ટની તપાસ કરતા મામલો નીકળ્યો 67 કરોડનો

બે ઓરડા થઈ ગયા ધરાશાયી
વાત છે નવાઘરા -મૂડશી ગામની પ્રાથમિક શાળાની આ શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસક્રમ ચાલે છે. 6 શિક્ષકો બાળકોને ભણાવવા માટે દરરોજ આવે છે. મેઘરજ તાલુકાની નવાઘરા -મૂડશી ગામ ની પ્રા શાળામાં આજે પણ વિધાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે. શાળા શરૂ થયે લગભગ 15 વર્ષ ઉપરનો સમય થયો છે એટલે સ્વાભાવિક છે કે, શાળાનું મકાન જીર્ણ થાયતો બે ઓરડા જર્જરિત અવસ્થામાં છે. જેથી 250 કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના ચારમાંથી બે ઓરડા ધરાશાયી થયા હતા. જેથી ફક્ત બે જ ઓરડા બચે છે. આટલી મોટી સંખ્યા બે ઓરડામાં બેસાડવી શક્ય નથી. હાલ શાળાના બાળકોને બીજે બેસાડવા માટે કોઈ વિકલ્પ નથી. જેથી શિક્ષકો દ્વારા મજબૂરી વશ વિદ્યાર્થીઓને દરેક ધોરણ મુજબ અલગ અલગ ટુકડી પાડીને ખુલ્લામાં ઝાડ નીચે બેસાડવા પડે છે. ત્યારે એક તરફ ઉચ્ચ શિક્ષણ, સુવિધા સભરની તંત્ર વાતો કરી રહ્યું છે અને આ તરફ દયનિય સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શું આ રીતે ભણશે ગુજરાત? ત્યારે ગ્રામજનોની શાળાના પાકા ઓરડા બને એવી માગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT