દ્વારકા મંદિરમાં રૂપિયા ઉડાવવાનો મામલોઃ કલેક્ટરે કર્યા તપાસના આદેશ- Video
દ્વારકાઃ જગત મંદિરમાંથી સામે આવેલા ખુબ જ આઘાતજનક દ્રશ્યોને લઈને હવે કાર્યવાહીની તલવાર લટકી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કેટલાક લોકો દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા.…
ADVERTISEMENT
દ્વારકાઃ જગત મંદિરમાંથી સામે આવેલા ખુબ જ આઘાતજનક દ્રશ્યોને લઈને હવે કાર્યવાહીની તલવાર લટકી રહી છે. દ્વારકાધીશના મંદિરમાં કેટલાક લોકો દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુભગવાનના પત્ની લક્ષ્મીજી છે. દ્વારકા મંદિરમાં પૈસા ઉડાડવામાં આવતા એક પ્રકારે માતાજીનું સ્પષ્ટ અપમાન ભગવાનની નજરો સામે જ થયું હતું. આ મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
સંત-પુજારી જેવા વેશ ધરાવનારાઓએ પણ ઉડાવ્યા રૂપિયા
જગતમંદિર દ્વારકા ખાતેથી કેટલાક વીડિયો સામે આવ્યા હતા. એક તરફ જ્યાં ફોટોગ્રાફીની મનાઈ છે ત્યાં વીડિયો એવા સામે આવ્યા હતા કે રોકડ નોટો ગર્ભગૃહમાં ઉડાવવામાં આવી હતી. જાણે કે ડાયરામાં કોઈ રૂપિયા કલાકાર પર ઉડાવતું હોય તે રીતે જગતમંદિરમાં રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. કેટલાક શખ્સો દ્વારા આ પ્રકારે લક્ષ્મીજીનું અપમાન ખુદ દ્વારકાધીશની નજરો સામે જ કરવામાં આવ્યું હતું. જેને લઈને ઘણા લોકોની આસ્થા દુભાઈ હતી.પૈસા ઉડાવનાર વ્યક્તિને પુજારી દ્વારા પણ અટકાવવામાં આવ્યા નહોતા. કેટલાક લોકો સંતો કે પુજારી જેવો વેશ ધરાવતા હતા તેમણે પણ અહીં અઢળક રૂપિયા ઉડાવ્યા હતા.
મહારાષ્ટ્ર પર સુનાવણી દરમિયાન CJIએ કહ્યું, ‘જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો તેમને રાહત મળી શકી હોત’
ઈન્ચાર્જ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ઈન્ચાર્જ કલેક્ટર એસ ડી ધાનાણીએ તપાસના આદેશ આપ્યા હતા. મંદિરમાં ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે ત્યારે વીડિયો વાયરલ થતા સવાલો ઊભા થયા હતા. આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના બને તે માટે પણ મંદિરના વહીવટદારોને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT