નડિયાદ ડુપ્લીકેટ હળદર મામલે IPC અંતર્ગત FIR થઈ

ADVERTISEMENT

નડિયાદ ખાતેથી હાલમાં જ ડુપ્લીકેટ હળદર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના સામે આવી હતી. હળદર બનાવવા મોટી જગ્યા, સંસાધનો અને વિવિધ...
નડિયાદ ખાતેથી હાલમાં જ ડુપ્લીકેટ હળદર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના સામે આવી હતી. હળદર બનાવવા મોટી જગ્યા, સંસાધનો અને વિવિધ...
social share
google news

ખેડાઃ નડિયાદ ખાતેથી હાલમાં જ ડુપ્લીકેટ હળદર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના સામે આવી હતી. હળદર બનાવવા મોટી જગ્યા, સંસાધનો અને વિવિધ હાનીકારક પદાર્થોનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે રાજ્ય સરકારે પણ કડક પગલા લેવાના આદેશ કર્યા છે ત્યારે 2 આરોપીઓની સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ) 4 હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં તેમની સામે 4020, 272, 273, 120 બી હેઠળ ગુનો નોંધાયો છે. આ ઘટનાની કાર્યવાહી દરમિયાન કુલ મળીને 5491550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

4 જવાનોના હત્યારા હજુ સુધી ફરાર, 9 કારતૂસ પણ ગાયબઃ ભટિંડા ફાયરિંગમાં 7 સવાલ જેના

દારુ બનાવવા વપરાતું કેમિકલ અંગે મળી હતી માહિતી
ખેડાના નડિયાદ ખાતેથી મોટી માત્રામાં નકલી હળદર બનાવવામાં આવતી હોઈ નડિયાદ મિલ રોડ પર આવેલી આ ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાં પોલીસને માહિતી મળી હતી કે દારુ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો છે. જોકે પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે છે ત્યારે ખબર પડે છે કે અહીં નકલી હળદર બની રહી છે. પોલીસે તુરતં કાર્યવાહી હાથ ધરી ભેળસેળનો મામલો જોઈ તપાસ પણ શરૂ કરી છે. દરમિયાનમાં આજે આ ઘટનામાં આઈપીસી અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિવિધ આઈપીસી અંતર્ગત ગુનો નોંધાવાથી આવા ભેળસેળીયાઓને પાઠ ભણાવી શકાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT