રાજકોટમાં 1 અને 2 જૂનના યોજાશે ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો શું કહ્યું આયોજકોએ
રાજકોટ: પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગશે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર યોજાશે. ત્યારે આજે રાજકોટ…
ADVERTISEMENT
રાજકોટ: પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગશે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર યોજાશે. ત્યારે આજે રાજકોટ બગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન વિશે આયોજકોએ માહિતી આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી 31 તારીખે રાત્રે રાજકોટ આવી જશે.
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ચર્ચા આ સમયે દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહે છે. ત્યારે તેમના ગુજરાતનાં દરબારને લઈ વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન આજે સત્તાવાર રીતે રાજ્કોટનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 31 મે ના રોજ રાત્રે રાજકોટ આવી જશે. આ સાથે 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ ગ્રાઉંડ ખાતે દિવ્ય દરબાર યોજાશે.
સારા કાર્યનો વિરોધ થાય જ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના થઈ રહેલા વિરોધને લઈ તેમણે કહ્યું કે, કોઈપણ સારા કાર્યનો વિરોધ થાય જ છે. કરણી સેના સહિત બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારા સહકારમાં છે. રાજકોટ પોલીસ, તંત્ર સહિત તમામ લોકો અમને પૂરતો સહયોગ આપી રહ્યા છે. 32 જેટલી સમિતિના 600 કાર્યકરો સેવામાં જોડાશે. આ સાથે ખર્ચ માટે કોઈ એસ્ટીમેંટ નથી પરંતું બાબાના દરબારમાં 75 હજારથી વધુ લોકો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT