Gujarat Rain: ડાંગ જિલ્લામાં ભારે વરસાદઃ સાપુતારા 104 mm, જુઓ Videos
Dang Rain: ગુજરાતમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ખેડૂતો કે જેમણે શરૂઆતના સારા વરસાદને…
ADVERTISEMENT
Dang Rain: ગુજરાતમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ખેડૂતો કે જેમણે શરૂઆતના સારા વરસાદને જોતા પોતાની ખેતી શરૂ કરી હતી, વાવણી શરૂ કરી દીધી હતી. જેને લઈને જ્યારે લાંબા સમયથી વરસાદ થઈ રહ્યો ન્હોતો ત્યારે તેમના મન ચિંતામાં હતા. જોકે હવે વરસાદ દરમિયાન તેમના ચહેરા હરખાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો વરસાદથી ભીંજાય તેવી સંભાવનાઓ છે. તેવા સંજોગોમાં ડાંગમાં ભારે વરસાદ ખાબક્યો છે.
world cup 2023થી બહાર થવા પર ચહલે તોડ્યું મૌન, પુરું કરવા માગે છે આ સપનું
નદીઓ ધસમસતી દેખાઈ
ડાંગમાં આજે ભારે વરસાદ ખાબક્યો છે, ખાસ કરીને સાપુતારા ખાતે 104 mm, સુબીરમાં 94 mm, આહવામાં 90 mm અને વઘઈમાં 41 mm વરસાદ નોંધાયો છે. વરસાદની સટાસટી સાથે જ સાપુતારાની નદીઓ ધસમસતી થઈ છે. અંબિકા નદી, ખાપરી નદી અને પૂર્ણા નદીમાં વરસાદના પાણીના ઘોડાપૂર ઉમટ્યા છે. જિલ્લાના પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. સુબીર તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે વાયદુન ગામ આવેલું છે જે પ્રભાવિત થયું હતું. વાયદુન પ્રાથમિક શાળામાં પણ પાણી ફરી વળ્યા હતા.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
ADVERTISEMENT
ADVERTISEMENT