Biparjoy: દમણના આ બે બીચ પર કલમ 144 લાગુ, 17મી સુધી પ્રવેશ નિષેધ
કૌશિક જોશી.દમણઃ બિપોરજોય વાવાઝોડું હવે દમણના સમુદ્ર કિનારા નજીક આવી રહ્યું છે ત્યારે સમુદ્રમાં પાણીના મોજા ઉછળીને મેઇન રોડ સુધી પાણી આવી રહ્યું છે. દમણ…
ADVERTISEMENT
કૌશિક જોશી.દમણઃ બિપોરજોય વાવાઝોડું હવે દમણના સમુદ્ર કિનારા નજીક આવી રહ્યું છે ત્યારે સમુદ્રમાં પાણીના મોજા ઉછળીને મેઇન રોડ સુધી પાણી આવી રહ્યું છે. દમણ દરિયા કિનારે ચક્રવાતી તોફાનની અસર જોવા મળી રહી છે. દરિયાઈ પાણીના ઉછાળા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દમણ વહીવટી દ્વારા 144 લગાવી દમણ ખાતે આવેલ જામ્પોર બીચ અને દેવકા બીચને સંપૂર્ણ રીતે લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. આ સમુદ્ર કિનારા ઉપર આગામી 17 તારીખ સુધી પ્રસાસન વિભાગ દ્વારા પર્યટકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
કચ્છ પર આવી રહેલ આફતને લઈ તંત્ર સજ્જ, જાણો કેવી છે તૈયારી
પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ
બીજી તરફ સમગ્ર પરિસ્થિતિ જોવા માટે દમણ પોલીસ સુપરીટેન્ડેન્ટ પણ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહીના પગલે પ્રસાસન તેમજ પોલીસ દ્વારા પ્રેટ્રોલિંગ સાથે લાઇડ ગાર્ડ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જાય તે સમયે લોકોને પાણીમાંથી નીકળવા માટે બોટ જેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સમુદ્ર કિનારે હાલ કોઈ પણ વાહન કે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેના પગલાં રૂપે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT