ઓમકારેશ્વરમાં બોટ પલટી, માસૂમનું મોત: ગુજરાત પોલીસના અધિકારીનો પરિવાર ડુબ્યો, 4ને બચાવાયા, 1 ગુમ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં તોફાન અને વરસાદને કારણે ભક્તોથી ભરેલી બોટ નર્મદા નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં બેઠેલા એક જ પરિવારના 6 લોકો…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં તોફાન અને વરસાદને કારણે ભક્તોથી ભરેલી બોટ નર્મદા નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં બેઠેલા એક જ પરિવારના 6 લોકો પાણીમાં પડી ગયા હતા. તેમાંથી 4 લોકોને સ્થળ પર હાજર બોટમેન્સ દ્વારા તેમને સલામત રીતે બહાર કાઢાયા હતા, જ્યારે બે વર્ષના માસૂમ દક્ષનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે, પરિવારના વડા (વડીલ) ગાયબ છે. આ અકસ્માત સાંજે લગભગ 4.30 કલાકે કોટિતીર્થ ઘાટ પર થયો હતો. નર્મદા કિનારે બાંધેલી એક ડઝન જેટલી બોટ પણ ડૂબી ગઈ હતી.
પરિણીતીએ કહ્યું ક્યારે પણ નેતા સાથે લગ્ન નહી કરુ, હાલ ક્લિપ થઇ રહી છે VIRAL
પરિવાર ગુજરાતના ભાવનગરનો
મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસ વિભાગના અધિકારી કાર્તિક બેલાડિયા ત્રણ દિવસ પહેલા પોતાના પરિવાર સાથે મધ્યપ્રદેશમાં ખાનગી વાહનમાં ફરવા આવ્યા હતા. પરિવાર ગુજરાતના ભાવનગરનો છે. આ લોકો પહેલા ઈન્દોર આવ્યા અને પછી મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન ગયા. આ પછી સોમવારે ઓમકારેશ્વર પહોંચ્યા. સંબંધીઓ બાળકને ઓમકારેશ્વર સરકારી હોસ્પિટલ લઈ ગયા. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જોરદાર તોફાન અને વરસાદને કારણે બોટનું સંતુલન બગડી ગયું
ઓમકારેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ સૌએ લગભગ 4.30 કલાકે નર્મદા નદીમાં બોટિંગ શરૂ કર્યું હતું. દરમિયાન બોટનું સંતુલન બગડી ગયું હતું. કેટલાક પરિવારજનોને બચાવી લેવાયા હતા. પરિવાર બે વર્ષના પુત્ર દક્ષને લઈને ઓમકારેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીં ડૉ.રવિ વર્માએ દક્ષને મૃત જાહેર કર્યો.
ADVERTISEMENT
પોલીસ અધિકારીને શોધવાની કામગીરી ચાલુ
આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. કેટલાક લોકો નદીમાં છાંટા મારતા (હાથ પગ ચલાવતા) જોવા મળે છે. તે બચાવી લેવા વિનંતી કરી રહ્યા છે. નજીકમાં બોટ પણ પલટી ગયેલી જોવા મળે છે. આ પછી સ્થળ પર હાજર બોટમેન નદીમાં કૂદી પડયો હતો. નર્મદા નદીમાં પરિવારના ડૂબી જવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં પરિવારના વડા અને ગુજરાતના પોલીસ અધિકારીને શોધવાની કામગીરી ચાલી રહી છે. નર્મદા નદીમાં પરિવારના ડૂબી જવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં પરિવારના વડા અને ગુજરાતના પોલીસ અધિકારીને શોધવાની કામગીરી ચાલી રહી છે.
રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં કહ્યું પહેલો પ્રેમ તો પહેલો પ્રેમ હોય છે અને વેંકૈયા નાયડુએ ભણાવ્યો પ્રેમનો પાઠ
ડ્રાઈવરે કહ્યું, પરિવાર ભાવનગરનો રહેવાસી છે…
ડ્રાઈવરે કહ્યું- ભક્તો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે, આ પરિવારને ગુજરાતમાંથી લાવનાર ડ્રાઈવર સુખાભાઈએ જણાવ્યું કે તમામ શ્રદ્ધાળુઓ ભાવનગરના રહેવાસી છે. ગુજરાત પહેલા અમે ઈન્દોર આવ્યા હતા. આ પછી ઉજ્જૈન ગયા અને મહાકાલના દર્શન કર્યા. પછી ઈન્દોર પાછા આવ્યા. સવારે ઈન્દોરથી નીકળીને ઓમકારેશ્વર પહોંચ્યા. ત્યાં મુલાકાત લીધા પછી, બોટ રાઈડ માટે નીકળ્યા હતા.
ADVERTISEMENT
બે વર્ષના પુત્રનું મોત, ગુમ થયા પોલીસ અધિકારી
રશ્મીન હિંમત લાલ વ્યાસ (58), નિકુંજ રશ્મિન વ્યાસ (32), પત્ની વાણી નિકુંજ વ્યાસ (31), દક્ષ નિકુંજ વ્યાસ (2), ડીંકલ કાર્તિક બેલડીયા અને કાર્તિક બેલડીયા બોટમાં હતા. જેમાંથી દક્ષનું અવસાન થયું છે. તે જ સમયે, ગુજરાત પોલીસ વિભાગના અધિકારી કાર્તિક બેલાડિયા ગુમ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT