મોરબીની જવાબદારી મળતા કનુ દેસાઈએ Biparjoy વાવાઝોડાને લઈ અધિકારીઓ સાથે કરી મિટિંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલિયા.મોરબીઃ સંભવિત બિપોરજોય વાવાઝોડાને પગલે મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આજે સોમવારે એક મિટિંગ યોજાઈ હતી. સંભવિત વાવાઝોડાની અસર મોરબીમાં કેટલી થઈ શકે તેમ છે અને તેના માટે કેટલી તકેદારી રાખવામાં આવી છે તે અંગે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

બિપોરજોયને લઈ જામનગર વહીવટી તંત્ર એક્શન મોડમાં, ઘરમાં જ રહેવાની એડવાઈઝરી કરી જાહેર

ઉદ્યોગકારોને મળી મંત્રીએ કહ્યું સતર્ક રહેજો
મોરબી જિલ્લા સેવા સદન ખાતે આજે મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વિવિધ સંગઠનો, અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. કનુભાઈ દેસાઈને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવતા ગત રાત્રીથી જ તેઓ મોરબી આવી પહોંચ્યા છે. આજે સવારે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી ત્યાર બાદ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે મિટિંગ કરી સતર્ક રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડાને લઈને આગામી તારીખ 14 અને 15 જુનના રોજ બે દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીના પોલીપેક ઉદ્યોગકારો એ પણ સ્વેચ્છિક 13, 14 અને 15 એમ ત્રણ દિવસ માટે બંધ રાખશે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એક એનડીઆરએફ ટીમ અને એક એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

દીપક બાબુ, PI, NDRF

ADVERTISEMENT

કનુ દેસાઈ, મંત્રી, ગુજરાત રાજ્ય

    follow whatsapp

    ADVERTISEMENT