પાલનપુરમાં ગાયનેક તબીબને બતાવવા આવેલી મહિલાએ દુષ્કર્મની ધમકી આપી 5 લાખ માગ્યા

ADVERTISEMENT

બનાસકાંઠા મુખ્યાલય પાલનપુરમાં એક ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક મહિલા પ્રથમ ગાયનનેક તબીબ પાસે મેડિકલ ચેકઅપ કરાવવા જાય છે
બનાસકાંઠા મુખ્યાલય પાલનપુરમાં એક ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક મહિલા પ્રથમ ગાયનનેક તબીબ પાસે મેડિકલ ચેકઅપ કરાવવા જાય છે
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: બનાસકાંઠા મુખ્યાલય પાલનપુરમાં એક ચકચારી કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક મહિલા પ્રથમ ગાયનનેક તબીબ પાસે મેડિકલ ચેકઅપ કરાવવા જાય છે અને તે બાદ તેના પોરબંદર રહેતા સંબંધી ડોક્ટરને ફોન કરી ધમકી આપે છે કે મેડિકલ ચેકઅપ કરવા આવેલી મહિલા સાથે તમે બળાત્કાર કર્યો છે અને તે બાદ માંડવાળી પેટે પાંચ લાખની રકમ તબીબ પાસે માંગવામાં આવે છે. પ્રથમ 30 હજાર પડાવવામાં આવે છે. જોકે આ સમગ્ર મામલે તબીબે હવે પોલીસનો સંપર્ક કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ચેક અપ બાદ ડોક્ટરને ફોન પર ધમકી
પોલીસ ફરિયાદ પ્રમાણે, પાલનપુરમાં ડોક્ટર હાઉસમાં એક ગાયનેક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર હર્ષદકુમાર અરવિંદભાઈ પટેલની હોસ્પિટલમાં માર્ચ 2022 માં એક મહિલા દર્દી સારવાર અર્થે આવ્યા હતા. જેમને ડોક્ટર રિપોર્ટ કરવાનું કહ્યું હતું. ફોન કર્યો હતો અને પોતે ગરીબ છે અને પૈસા નથી તેઓ જણાવી અભદ્ર ભાષામાં ડોક્ટર સાથે વાત પણ કરી હતી. જો કે ડોક્ટરે આ ભાષા જોઈ ફોન કાપ્યો હતો. જોકે બીજા દિવસે આ મહિલા પુના ડોક્ટર પાસે પહોંચી હતી પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. પૈસા પણ આપ્યા હતા અને ડોક્ટરે દવા લખી આપતા તે દવા લઈ રવાના થઈ હતી.

Junior Clerk Exam: 500 સ્કવૉડ, દરેક ખંડમાં CCTV સહિત જડબેસલાક તૈયારીઓ

પોરબંદરના બ્લેકમેલરે પીડિત તબીબને ડોન તરીકે ઓળખાણ આપી..
જોકે મહિલા વતી તેમાં એક સબસે ડૉક્ટરને ફોન કર્યો હતો અને ડોક્ટરને ધમકી આપતા જણાવ્યું હતું કે, તમે એકલી મહિલાઓને કેમ બોલાવી ચેકઅપ કરો છો, તમારી હોસ્પિટલમાં આવેલી મહિલા દર્દી નાજમીનબેન મારી બહેન છે. તમે તેની સાથે ચેકઅપના બહાને દુષ્કર્મ આચર્યું છે. પાંચ લાખ આપો નહિતર ફરિયાદ કરીશું. તેવી ધમકી આપી હતી. ત્યારે ડોક્ટરે જવાબ પણ આપ્યો હતો કે મારી હોસ્પિટલમાં સીસીટીવી લાગેલા છે અને નર્સની હાજરીમાં જ અમે મહિલા દર્દીઓનું ચેકઅપ કરતા હોઈએ છીએ. તેમ કહી ડોક્ટરે ફોન કાપ્યો હતો. જોકે ઇસમેં પોતાની ઓળખાણ પોરબંદરના ડોન તરીકે આપી હતી અને પોતાનું નામ શાહીબાનમીર ઉર્ફે મુન્નામીર પોરબંદર તરીકે જાહેર કર્યું હતું. જે બાદ આ શખ્સ હોસ્પિટલ રૂબરૂ આવ્યો હતો. જોકે ડોક્ટર પોતાની નિર્દોષતા બતાવતાં સિસિટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા. જોકે તે બાદ પણ આ ઈસમે ડોક્ટરને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું. ડોક્ટરને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી હતી. જેથી ઈજ્જત બચાવવા તબીબે પોતાના મિત્ર પાસેથી રું 30 હજાર ફોન પેથી આ બ્લેકમેલર ગેંગને આપ્યા હતા.

ADVERTISEMENT

જોકે તબીબને સતત ટોર્ચર કરી, બ્લેમેઇલ કરતા આખરે પોલીસ ફરિયાદ..
જ્યારે બીજી તરફ સતત બ્લેમેઇલ ઇરાદે આ ગેંગે તબીબને ધમકાવવાનું ચાલુ રાખતા ગાયનેક તબીબ ડો. હર્ષદકુમાર અરવિંદભાઈ પટેલે પાલનપુર પોલીસ મથકે તેમને બ્લેકમેઇલ કરનાર શાહીબાનમિર ઉર્ફે મુન્નામિર,રહે, રાનાવાસ પોરબંદર, તેમજ નાજમીનબેન મોહમ્મદખાન પઠાંણ, રહે, વડનગર, જિલ્લો મહેસાણા તેમજ અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT