2002ના રમખાણોના કેસમાં 20 વર્ષ 4 મહિના બાદ આવ્યો કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓને નિર્દોષ જાહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ: હાલોલ સેસન કોર્ટે  20 વર્ષ જૂના કેસમાં પુરાવાના અભાવે સામુહિક બળાત્કાર અને હત્યાના આરોપી તમામ 39 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.  2002ના કોમી રમખાણોમાં કાલોલ અંબિકા નાળા પાસે ટેમ્પો સળગાવ્યો હતો.  સામુહિક બળાત્કાર અને ટેમ્પમાં આગ લગાવી  હુલ્લડ તથા  હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ હતો. ત્યારે  39 જેટલા આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નવેમ્બર 2002માં ગોધરા કોર્ટમાં કેસ દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદી સરકાર હતી.  આ કેસ વીસ વર્ષ અને ચાર મહિના ચાલ્યો હતો. 39 ગુનેગારોમાં ચાર મુસ્લિમ બે મહિલા એક પીએસઆઇ આર જે પાટીલ અને 13 જેટલા આરોપીઓના અવસાન થઈ ચૂક્યા છે. ત્યારે આ તમામ  39 લોકોને પુરાવાને અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઘટનાઓમાં કુલ 39 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 13 વ્યક્તિઓના કેસ પેન્ડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પંચમહાલ જિલ્લાના હાલોલના એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાની કોર્ટે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના ગુનામાં 39 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે IPC કલમ – 302, 143,147, 376, 323, 324, 504, 506(2), 427, 341, 120b, 295, 395 હેઠળ કેસ નોંધ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: Breaking: ભારતીય ક્રિકેટના સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીનું નિધન, જામનગરમાં લીધા અંતિમ શ્વાસ

પીએસઆઈ પણ બન્યા હતા આરોપી
પીએસઆઇ આર.જે. પાટીલ એ તેના ગુના રજીસ્ટરમાં 20 થી લઈને 27 નંબર સુધીમાં એક જ એફઆઇઆર માં આ બધા ગુના દાખલ કર્યા હતા તેથી તે પણ આરોપી બન્યા હતા. આ 39 જણામાં પ્રોફેસર નગરપાલિકાના કાઉન્સિલર બીજેપીના માણસો ડોક્ટર વેપારીઓ નામાંકિત લોકો આ કેસમાં સામેલ હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: શાર્દૂલ ગજ્જર, હાલોલ )

    follow whatsapp

    ADVERTISEMENT