હાટકેશ્વર બાદ અમદાવાદના વધુ એક 100 કરોડના બ્રિજે કટકીની ચાડી ખાધીઃ અમિત શાહે 3 મહિના પહેલા કર્યું હતું ઉદ્ઘાટન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં રોડના કામો એવા થઈ રહ્યા છે કે હવે તો આ પાપમાં આડકતરી રીતે આ લોકો ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ચિતરી નાખવામાં બાકી રાખતા નથી. લો ક્વોલિટીના બ્રિજનું ખુદ ગૃહમંત્રીના હાથે ત્રણ મહિના પહેલા જ 10 માર્ચે વર્ચ્યુઅલી લોકાર્પણ થયું હતું. 97 કરોડના આ બ્રિજને 100 કરોડના એ સફેદ હાથી પૈકીના એકમાં ગણના થવા લાગી છે કે જ્યાં જો કશું અયોગ્ય થયું તો તેની જવાબદારી લેવાની હિંમત કરનારા લગભગ શોધે નહીં જડે. અને આ મામલાને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથે લઈને ઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અમદાવાદના સનાથલ ચોકડી ખાતે આવેલા આ ઓવરબ્રિજને લઈને ભ્રષ્ટાચારની આંગળીઓ ચિંધવામાં આવી રહી છે. આવી જ હાલત કાંઈક અમદાવાદના હાટકેશ્વર બ્રિજની થઈ હતી. જેને લઈને ભારે આરોપો થયા હતા.

અરવલ્લીઃ રિક્ષા સાથે ભટકાઈ કાર, 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત

સરદાર પટેલ રિંગ રોડ પર 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સનાથલ ઓવરબ્રિજ પર ઉદ્ઘાટનના ત્રણ જ મહિનામાં ખાડા પડવા લાગ્યા છે. દોઢ કિલોમીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજને હજુ વર્ષ પણ થયું નથી. પહેલ ચોમાસુ જોયું નથી આ બ્રિજે ત્યાં તો તેની આ હાલત થઈ છે. ફિટનેસ ટેસ્ટ દરમિયાન કે ટેન્ડર દરમિયાન વર્ષોના વર્ષોની ગેરંટીના નામે કોટી કસમો ખવાઈ જતી હોય છે ત્યાં હવે આ હાલત જોઈને નિશ્ચિત જ આપનું મન દુભાય. કોંગ્રેસે આ મામલે વીડિયો સોશ્યલ મીડિયા પર મુક્યો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વીડિયો શેર કરતા તેની સાથે લખ્યું છે કે, ₹97 કરોડના ખર્ચે અમદાવાદના સનાથલ સર્કલ ઉપર બનેલા આ બ્રિજનું લોકાર્પણ 3 મહિના પહેલા કેન્દ્રિય ગૃહમંત્રીએ કર્યું હતું. ત્યારે બ્રિજને આઈકોનિક બ્રિજ ગણાવવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 3 મહિનામાં ભાજપના ભ્રષ્ટાચારે “આઈકોનિક બ્રિજ” ને “ખાડા બ્રિજ” બનાવી દીધો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT