રાજ્યમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો કેટલા કેસ નોંધાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોરોના ફરી લોકોની ચિંતા વધારી રહ્યું છે. થોડા મહિનાઓની રાહત બાદ ફરી એક વખત કોરોનાએ દેશભરમાં જોર પકડયું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રની ચિંતા વધી છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 401 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.

ગઇકાલની સરખામણીમાં કોરોનાના સંક્રમણમાં આજે વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 316 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 401 કોરોનાના કેસ નોંધાયો છે. આજે સૌથી વધારે અમદાવાદમાં 141 કેસ નોંધાયા છે. ત્યારે મોરબી અને સુરત કોર્પોરેશનમાં 30 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 29 અને મોરબીમાં 22 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં આજે 241 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રિકવરી રેટ 98.87 ટકા
અત્યાર સુધીમાં કુલ 12,68,294 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 2136 એક્ટિવ કેસ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2128 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11053 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.87 ટકા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભાજપના સિનિયર ધારાસભ્ય અને કૃષિમંત્રી વચ્ચે ગૃહમાં બોલી બઘડાટી, જાણો શું છે મામલો

704 લોકોએ લીધી વેક્સિન

વેકસીનેશનની વાત કરવામાં આવે તો આજે માત્ર 704 લોકોએ વેક્સિન લીધી છે. 97 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 46 અને બીજો ડોઝ 63 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના એક પણ વ્યક્તિએ પ્રથમ કે બીજો ડોઝ નથી લીધો. જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં 5 વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો જ્યારે 1વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે. અને 18 થી 59 વર્ષમાં 492 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT