રાજ્યમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 3 દિવસમાં 3 લોકોના લીધા ભોગ
અમદાવાદ: રાજ્યમાં આજે કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થયો છે. આજે 262 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં આજે કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થયો છે. આજે 262 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે . ગઈકાલે 247 કેસ નોંધાયા હતા. આજે સૌથી વધારે અમદાવાદમાં 142 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.
ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા છે. કોરનાએ ફરી એક વખત લોકોની ચિંતા વધારી છે. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. હજુ હમણાં ગઈકાલે જ 247 નવા કેસ નોંધાયા હતા ત્યાં બીજા નવા 262 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ રસીકરણ સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 280 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે. છેલ્લા 3 દિવસથી દરરોજ કોરોનાથી એક એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.
અમદાવાદમાં સૌથી વધુ કેસ
અમદાવાદમાં સૌથી વધુ 142 નવા કેસ નોંધાયા છે. મોરબીમાં 18 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 15 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ, અમરેલીમાં 7, રાજકોટમાં 7, મહેસાણા 5, સુરત 4, આણંદ 3, ભરૂચ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, કચ્છ 2, નવસારી 2, અમદાવાદ 1, અરવલ્લી 1, ભાવનગર 1 , જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, પાટણ 1, પોરબંદર 1, સાબરકાંઠા 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયો છે.
ADVERTISEMENT
વેકસીનેશનના આંકડા વધારી રહ્યા છે ચિંતા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.04 ટકા છે જ્યારે વેકસીનેશનની વાત કરવામાં આવે તો આજે માત્ર 706 લોકોએ વેક્સિન લીધી છે. 61 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 60 અને બીજો ડોઝ 45 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 4 લોકોએ પ્રથમ અને 2 લોકોએ બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 3 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 7 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીને સજા થતા કોંગ્રેસ આક્રોશમાંઃ મહીસાગર-ભાવનગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન
ADVERTISEMENT
એક દર્દીનું થયું મોત
રાજ્યમાં આજે 262 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. ત્યારે બીજી તરફ 146 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 12,67,290 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1179 એક્ટિવ કેસ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11050 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT