જિગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે વિવાદ, મેવાણી કેમ થયા ગુસ્સે જાણો ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષને ફાયર બ્રાન્ડ નેતા તરીકે જોવામાં આવે છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણી વધુ એક વખત ભાજપ પર વરસ્યા છે. પરંતુ આ વખતે જ્ઞાતિના કાર્યક્રમમાં ભાજપના નેતા સામે સ્ટેજ પર જ સામસામે આવી ગયા હતા. મહેસાણા જીલ્લાના જોટાણા ખાતે ડો.આંબેડકરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જાહેર મંચ સરકારની નીતિઓની ટીકા કરતાં મેવાણીને ભાજપના ધારાસભ્યએ ભાષણ આપતા અટકાવતા વિવાદ સર્જાયો હતો. તે વખતે જીગ્નેશ  મેવાણીએ ભાજપના ધારાસભ્યને જાહેરમાં કહી દીધુકે, હું તો જોટાણાના મરચાં કરતાંય તીખો છું.

જીગ્નેશ મેવાણી ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડતા નથી. આ દરમિયાન જોટાણામાં આંબેડકરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યુંકે, ગુજરાતમાં 150 થી વધુ સફાઇ કામદારોના મોત થયા છે. આ મામલે સરકારને કંઇ પડી નથી. દલિત સમાજના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર બજેટમાં પુરતા નાણાં ય ફાળવતી નથી.મહિસાગરમાં દલિત મહિલાની 11 દિવસ સુધી લાશ પડી રહી. કોઇ ન્યાય મળ્યો નથી. ભાજપના શાસનમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. મેવાણીએ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા ત્યારે કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલકી સ્ટેજ પર ઉભા થઇને મેવાણીને સરકાર વિરોધી વાત કરતા અટકાવ્યા હતાં. તેમણે કહ્યુકે, આવી વાત કરશો નહીં. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના બંને ધારાસભ્યો સામ સામે આવી ગયા હતા.

આ પણ વાંચો: પાયલોટ ફરી બળવો કરશે? ચૂંટણી, નિવેદનો અને રાજનીતિના સરવાળે, ચોંકાવનારી સ્થિતિ શક્ય

ADVERTISEMENT

સરકાર પણ બોલતા અટકાવી નહિ શકે
ભાષણ કરતાં અટકાવતાં ધારાસભ્ય મેવાણી અને ધારાસભ્ય કરસન સોલંકીના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. તે દરમિયાન, મેવાણીએ તો જાહેરમંચ પરથી કહી દીધુકે, કરસનકાકા, હું જોટાણાના મરચા કરતાંય તીખો છું. તમે – નહી, સરકાર પણ મને બોલતા અટકાવી નહી શકે. હું પ્રજા-દલિત સમાજની વાત કરી રહ્યો છું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT