મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના ગામડાઓમાં કર્યો સીધો સંપર્ક, સરપંચો સાથે કરી વાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓના ગામોના કેટલાક ગામોના સરપંચો સાથે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. દરિયાકિનારાથી ૦ થી ૧૦ કિ.મી સુધી દૂર એવા ૧૬૪ ગામોનો મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કરાયો હતો. કચ્છના માંડવીના પીપરી ગામના સરપંચ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધી વાત કરી હતી.

164 ગામોનો કર્યો સંપર્ક
સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦ કિ.મી. વિસ્તારના ૧૬૪ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી. સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

Video: લાંબા સમયથી લટકાવેલો માંગરોળ જેટીનો પ્રોજેક્ટ Biparjoyના કારણે જોખમમાં

સંપર્ક સતત જળવાઈ રહે તે માટે આપ્યું માર્ગદર્શન
મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું. બિપરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે સી.એમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી દરિયાકાંઠા વિસ્તારના ગામોના સરપંચઓ સાથે સંપર્ક કરી તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી. વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT