રાજ્યમાં મહિલા સુરક્ષિત હોવાના દાવા ફક્ત કાગળ પર? કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાત સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવો ચૌકવનારો આરોપ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કર…
ADVERTISEMENT
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાત સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવો ચૌકવનારો આરોપ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કર દ્વારા લગાવવામાં આવ્યો છે. મહિલાઓને લગતા ગુનાઓ મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાના કોંગ્રેસે આંકડા જાહેર કરી અને પ્રહારો કર્યા છે. હિરેન બેંકરે કહ્યું કે, રાજ્યમાં સરેરાશ દરરોજ 22 થી વધુ, દર મહીને સરેરાશ 670 થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાયા
હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે મહિલા સુરક્ષાની વાતો – જાહેરાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષ(2017-21)માં ભાજપના રાજમાં ગુજરાતમાં 40600થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે. જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ ,મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે આઠ હજારથી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે એટલે કે દર મહીને સરેરાશ 670 થી વધુ અને દરરોજ 22થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાય છે. ન નોધાયેલા ગુન્હાઓનો આંકડાઓ પણ ખુબ મોટો છે
ભાજપ પર આકરા પ્રહાર કરતાં હિરેન બેંકરે જણાવ્યું કે, રાજ્યમાં 2017માં 8133, વર્ષ 2018માં 8329, વર્ષ 2019માં 8799, વર્ષ 2020 માં 8028 અને વર્ષ 2021માં 7348 જેટલા મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
ADVERTISEMENT
દેશમાં જાણો શું છે સ્થિતિ
દેશમાં પણ સતત મહિલાઓને લગતા ગુના વધી રહ્યા છે. ભાજપ શાસનના નવ વર્ષના શાસનમાં મહિલાને લગતા ગુના અવિરત થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીનું 2020 ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું તેમની સાથે કેવું ગેરવર્તણુક કરવામાં આવ્યું એ દેશે જોયું છે. દર વર્ષે દેશમાં સરેરાશ 370000થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે.
ભાજપના નેતા પર લગાવ્યા આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લીટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે તો જ મહિલાને લગતા ગુન્હાઓ અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT