કરોડોના ‘ગોબર’ એન્જિનિયરિંગનો નમૂનોઃ ચિલોડા-શામળાજી હાઈવે પરનો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ ધોવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠાઃ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી ઈમારતો, બ્રીજ, દીવાલો, રોડ, છેલ્લા ઘણા સમયથી એવી રીતે તૂટતા જોવા મળી રહ્યા છે કે જાણે છાણ માટીના લીંપણથી જ પતાવી દીધું હોય, કચરા ક્વોલિટીની વસ્તુઓ મોંઘા ભાવમાં ચોંટાડવાની આ નીતિઓએ ભ્રષ્ટાચારની ઘોર ખોદીને મુકી દીધી છે. દેશના વિકાસના નામે માત્ર ખિસ્સાનો વિકાસ કરતા નેતા, સરકારી બાબુઓ, કોન્ટ્રાક્ટર્સે આવા જ એક ગોબર ક્વોલિટીના એન્જિનિયરિંગનો વધુ એક નમૂનો તૈયાર કર્યો છે જેની ચાડી હાલમાં પડેલા વરસાદે ખાઈ લીધી છે. સાબરકાંઠા ખાતેના ચિલોડા-શામળાજી હાઈવે પર તૈયાર કરવામાં આવેલા આ બ્રિજની હાલત જોઈ ગોબર એન્જિનિયરિંગને 100 તોપની સલામ આપવી રહી.

‘જાણી જોઈને લખી આવી ભાષા’- આદિપુરુષના ડાયલોગ્સની આલોચના પર બોલ્યા મનોજ મુંતશિર

બ્રિજ વિવાદોમાં
સાબકાંઠામાં જાણિતી સાબરડેરી પાસે જ એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. ચિલોડા-શામળાજી રોડ પર તૈયાર કરાયેલા આ હાઈવે પર વાહનોની સ્પીડ ઘણી હોય છે. આ રોડ પર આવા ઘણા બ્રિજ બનાવાયા છે. જે પૈકીનો એક આ પણ છે. એક સામાન્ય વરસાદમાં સાબરડેરી પાસેનો બ્રિજનો એક ભાગ ધોવાઈ ગયો હતો. આમ તો આ બ્રિજ પરથી વાહનો પસાર થવાના શરૂ થઈ ગયા છે પરંતુ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું બાકી હોવાનું સામે આવ્યું છે. આ રોડ પર નવીનીકરણની કામગીરી શરૂઆતથી જ વિવાદોમાં રહી હતી. પાંચ પાંચ વર્ષ થઈ ગયા છતા કામગીરી હજુ પુરી થઈ નથી જેના કારણે લોકો પણ ઘણા પરેશાન થઈ રહ્યા છે. આ તો પહેલો વરસાદ પડ્યો નથી અને માત્ર સામાન્ય ઝાપટા ચાલુ થયા છે ત્યાં તો પુલનો ભાગ ધોવાઈ જતા તેની ક્વોલિટીને લઈને સવાલો ઊભા થયા છે. રાહદારીઓેમાં આ બ્રિજની હાલતને લઈને ચર્ચાઓ ઊભી થઈ છે. આ ઉપરાંત મોતીપુરા વિસ્તારમાં પણ પાણીની લાઈન ધોવાઈ ગઈ છે.

લોકોની માગ છે કે શક્ય તેટલું જલદી તેનું સમારકામ થાય, આ બ્રિજ કોઈનો ભોગ લે નહીં તે પહેલા તેની સલામતીને ચકાસી લેવામાં આવે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિંમત પટેલ, સાબરકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT