‘આદિવાસી યુવાનો દારુ-સીગારેટના રવાડે ચઢ્યા છે, સમજાવવા પડશે’- MLA ચૈતર વસાવા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આદિવાસી સમાજના યુવાનો માટે આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 10 અને 12નું પરિણામ આદિવાસી સમાજમાં નીચું આવ્યું છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ ગ્લોબલ વોર્મિંગ સામે પણ લડવા માટે લોકોને આગ્રહ કર્યો હતો.

બેન્ડવાળા અશ્લીલ ગીતો ના ગાઓઃ ચૈતર વસાવા
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસંવાદ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં હાલમાં જ 10-12 ધોરણના પરિણામ નીચા આવ્યા છે તેના વિશે પણ જાહેરમાં કહ્યું કે, આદિવાસી સમાજના યુવાનો ખોટા રસ્તે ચઢી ગયા છે. સમાજના યુવાનો દારૂ સિગારેટના રવાડે ચડ્યા છે તેમને સમજાવવા પડશે. આદિવાસી સમાજના યુવાનો પોતાના માતા પિતાને બ્લેકમેઇલ કરીને પોતાની માગો સ્વીકારાવે છે. સમાજના યુવાનોને સમાજની સંસ્કૃતિ બાજુ વાળવા માટે સમાજના લોકોએ જ જવાબદારી લેવી પડશે. યુવાનો મોબાઈલનો દુરુપયોગ કરે છે. મોબાઈલમાં જે સારું આવે છે તે જોતા નથી, બેન્ડના ગીતો આવા ગીતો ન વગાડે, અશ્લિલ ગીતોથી યુવા ધન અવડે માર્ગે જાય છે તેને રોકવાનું છે. ધક્કા મૂકી કરી નાચવું, બીસ્ટોલ પીવીએ બહારની સંસ્કૃતિ છે.

લોકોને મુર્ખ બનાવામાં બુદ્ધીનું દેવાળીયુંઃ સુરતમાં ગાંધીજીને હાર ચઢાવવા મુકાયેલી સ્ટીલની સીડિનો રૂ.7.86 લાખ ભાવ

કપાળને બદલે હાથે ચાંદલો કરવાનું બંધ કરોઃ વસાવા
વધુમાં તેઓ કહ્યું હતું કે, લગ્નની તારીખ બેન્ડ વાળાને પૂછે છે, જે પણ બંધ કરાવો. યુવાનો વડીલને નથી પૂછતાં. ત્યારે આપણી આ સંસ્કૃતિ છે? કે લગ્નની તારીખ વડીલોને પૂછીને નક્કી કરવાની સંસ્કૃતિ છે? લગ્ન પ્રસંગે કપાળે નહીં પણ હાથે ઘણા ચાંદલો કરે છે. ત્યારે કઈ આપણા પૂર્વજો મૂર્ખાઓ નથી કપાળે ચાંદલો કરતા હતા. ત્યારે હાથે ચાંલ્લો કરવાનું બંધ કરવી જોઈએ. ગ્લોબલ વોર્મિંગ પર કહ્યું હતું કે, હવે તો ઉનાળામાં પણ વરસાદ, હોળીના દિવસોમાં પણ વરસાદ પડે છે, દીવાળીમાં પણ વરસાદ પડે છે, ત્યારે આગામી દિવસોમાં આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું, ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દીને આપણે આપણાં સમાજે સંદેશો આપવાનો છે. જંગલ પણ જરૂરી છે. ગૌચર જમીન, રોડની બાજુની જગ્યાઓ કે સ્મશાનમાં ખુલ્લી જગ્યાએ વૃક્ષો વાવો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT