ભાજપના નેતા જન્મદિવસની પાર્ટીની આડમાં કરી રહ્યા દારૂની મહેફિલ, પોલીસે રંગમાં ભંગ પાડ્યો
વલસાડ: એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં દારૂબંધીના અનેક વાર લીરેલીરા ઊડી ગયા છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં…
ADVERTISEMENT
વલસાડ: એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં દારૂબંધીના અનેક વાર લીરેલીરા ઊડી ગયા છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં લગભગ દરરોજ દારૂ ઝડપાઇ રહ્યો છે. હવે દારૂ ઝડપવાની વાત સામાન્ય થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સતધારી પક્ષ ભાજપના હોદ્દેદારો જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડયા છે. ભાજપના જ કાર્યકર્તાઓ ઉડાવી રહ્યા છે દરૂબંધીના ધજાગરા
એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂ સામે લાલ આંખ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેના જ પક્ષના હોદેદારો દારૂની મહેફિલ માણી અને દારૂબંધી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. વલસાડમાં જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી.આદર્શ સોસાયટીમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો.જેમાં નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદારો પણ આ દારૂ પાર્ટીમાં સામેલ હતા.
આ પણ વાંચો: યુવતીને ઓનલાઈન નંબર સર્ચ કરી કોલ કરવો ભારે પડ્યો, આ રીતે ગુમાવ્યા 98,000 રૂપિયા
ADVERTISEMENT
24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
જન્મદિવસની ઉજવણીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં પોલીસે દરોડા કરી રંગમાં ભંગ પાડ્યો હતો. આ રેડ દરમિયાન ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઝડપાયા છે. મકાનની અગાશી પર પાર્ટી કરી રહેલા 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. અને 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT